Vayu Cyclone Effect : Gujarat Kutch Kandala Port Temporarily Closed
  • Home
  • Bhuj
  • ઘાતક વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતનું આ પોર્ટ બંધ, NDRFએ સંભાળ્યો મોરચો

ઘાતક વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતનું આ પોર્ટ બંધ, NDRFએ સંભાળ્યો મોરચો

 | 7:27 pm IST

ગુજરાતના દરિયાકાંઠા પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલુ જેમ જેમ ગુજરાત ભણી આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધારે રૌદ્રરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું 170 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

વાવાઝોડાની અસરને ખાળવા ગુજરાત સરકારે આગોતરા પગલા ભર્યા છે. ગુજરાતના અતિ મહત્વના ગણાતા કંડલા બંદરને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ અહીં એનડીઆરએફની ટીમે મોરચો સંભાળ્યો છે અને બંદરના કર્મચારીઓ અને માછીમારોને સુરક્ષીત સ્થળે મોકલી દીધા છે.

ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં નિર્ધારીત સમય કરતા આવતી કાલે વાવાઝોડું આવવાની શકયતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડુ હવે આવતી કાલે ગુરૂવારે બપોર પછી 170 કિલોમીટરની ઝડપે ત્રાટકશે. જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળશે.

વાવાઝોડાના કારણે 12-13 જુને સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના વિસ્તારો સાથે ગુજરાતભરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન