#Vayu Cyclone Effect : Rain Start in Div and Some Saurashtra Region
  • Home
  • Featured
  • ‘વાયુ’નો ખતરો: સૌરાષ્ટ્રના છેવાડાના ગામોમાં ધોધમાર વરસાદ, પોરબંદર-વેરાવળ-દીવનો દરિયો ગાંડાતૂર

‘વાયુ’નો ખતરો: સૌરાષ્ટ્રના છેવાડાના ગામોમાં ધોધમાર વરસાદ, પોરબંદર-વેરાવળ-દીવનો દરિયો ગાંડાતૂર

 | 10:06 am IST

‘વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે અથવા તો આવતીકાલે વહેલીસવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ સહિત દીવમાં ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેવાડાના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

પોરબંદર, વેરાવળ અને દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો
‘વાયુ’ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી 300 કિલોમીટર જેટલું દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળતા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે.

દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન