Vayu Cyclone Effects in Mehsana-Kadi in North Gujarat
  • Home
  • Featured
  • ‘વાયુ’ની સીધી અસર ઉત્તર ગુજરાતમાં, મહેસાણા, કડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ

‘વાયુ’ની સીધી અસર ઉત્તર ગુજરાતમાં, મહેસાણા, કડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ

 | 12:48 pm IST

વાયુ નામના વાવાઝોડા ખતરો હજુપણ ગુજરાત પરથી ટળ્યો નથી. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર વાયુ નામનું વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા છે. વાયુ નામના વાવાઝોડા દિશા બદલાઈ છે અને સીધી અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હાલ દેખાવા લાગી છે.

વાયુ નામના વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે. હાલ મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના કારણે મહેસાણા સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

હવામાન વિભાગના મતે, 18મીના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો અન્ય વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ જશે. કચ્છ ક્રોસ કરવા આવશે તો પવનની ગતિ વધુ નહિ રહે. કોઈ નુકશાની પણ નહિ થાય. સૌરાષ્ટ્ર જ નહિ, વાયુને કારણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે.

તમને જણાવી દઇએ કે, ઉત્તર ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ મહેસાણાના કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે, સાથે કડી સહિત સમગ્ર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ગાંધીનગરમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.

18મી જૂનના રોજ સાબરકાંઠા, બનાસકાઠા અને ઉત્તર ગુજરાતમાં વાયુને કારણે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં આવનારા 3 દિવસ વરસાદની આગાહી છે. વાયુનો ખતરો હાલ ટળી ગયો છે અને તે ગુજરાત માટે ફાયદાકારક સાબિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન