#Vayu Cyclone: Heavy To Heavy Rain Forecast Some Gujarat Region
  • Home
  • Featured
  • ‘વાયુ’: આજથી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, આ મંત્રીઓને સોંપાઇ જવાબદારી

‘વાયુ’: આજથી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, આ મંત્રીઓને સોંપાઇ જવાબદારી

 | 10:51 am IST

‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઇ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મંત્રીઓને અલગ-અલગ જવાબદારી સોંપાઇ છે. હવામાન વિભાગ તરફથી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાને લઈ આ મંત્રીઓને સોંપાઈ જવાબદારી
– ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગીર સોમનાથ
– વિભાવરીબેન દવેને ભાવનગર
– આર.સી.ફળદુને અમરેલી, જવાહર ચાવડાને જૂનાગઢની
– જયેશ રાદડિયાને પોરબંદરની
– જયદ્રથસિંહને દ્રારકાની, ધર્મેન્દ્રસિંહ જાડેજાને જામનગર
– કુંવરજી બાવળિયાને મોરબીની
દિલિપ ઠાકોરને કચ્છની, સૌરભ પટેલને રાજકોટ

12મી જૂન: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બરોડા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દીવ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદ પડી શકે છે.

12થી 14મી જૂન દરમ્યાન આ વિસ્તારમાં વરસાદ પડવાની શકયતા: જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી

13મી જૂન: બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, બરોડા, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દીવ, ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

14મી જૂન : આ દિવસે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન