Vayu Cyclone : No 9 Singels in Veraval, Jafarabad
  • Home
  • Featured
  • ‘વાયુ’એ રૌદ્ર રૂપ ધારણ કર્યું, રાજ્યમાં અનેક ઠેકાણે 9 નંબરનું ભયજનક સિગ્નલ લગડાયુ

‘વાયુ’એ રૌદ્ર રૂપ ધારણ કર્યું, રાજ્યમાં અનેક ઠેકાણે 9 નંબરનું ભયજનક સિગ્નલ લગડાયુ

 | 10:50 pm IST

વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે. વાવાઝોડાની દિશા અને તેનો ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાનો સમય પણ બદલાઈ ગયો છે. પહેલા એ 13મી જૂનના રોજ સવારે 3 કલાકે વેરાવળના દરિયાકિનારે ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ બપોર બાદ વાયુની દિશા ફંટાઈ અને હવે તે આવતી કાલે બપોર બાદ પોરબંદરના દરિયાકિનારે ટકરાશે.

સાથે જ આ વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધુ વિકરાલ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું કહેવાય છે. આ વાવાઝોડાની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું કહેવાય છે. જો કે આગળ વધવાની ઝડપમાં ઘટાડો થયો છે. 

વાવાઝોડા સાથે વરસાદ પણ થશે જેને લઈને તેની ગંભીરતા વધી જાય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અનેક ઠેકાણે 9 નંબરનું ભયજનક સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે. જાફરાબાદ અને વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદ બંદર પર પહેલી વાર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર પહેલી વખત 9 નંબરનું સિગ્નલ લાગ્યુ છે.

મળતી માહિતી પ્રમાણે પર્યટન સ્થળ દીવના અનેક વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસ્યા છે. મોટા પ્રમાણમાં મોજા ઉછળવા લાગતા કાંઠા પર વસતા લોકોમાં દહેસતનો માહોલ છે. જામનગર શહેરમાં ઠેર ઠેર 28 જેટલા વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે. વરસાદના પગલે જામનગરમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. ચોપાટી પર મોજા ફરી વળ્યાં. દરિયામાં કરંટ જોવા મળતા ભારે મોજા ઉછળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદમાં લોકો વધુ પડતા વાહનો ન વાપરે અને ઘરની બહાર ન નીકળે તે માટે તંત્રએ એવો નિર્ણય લીધો છે કે પેટ્રોલ પંપ બંધ રાખવા. આજથી પેટ્રોલ પંપ બંધ થશે. 

સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વલસાડમાં વાયુની અસર જોવા મળી રહી છે. કોશંબા ગામે મકાનોના પતરા ઉડી ગયાં. ભારે પવનના કારણે પતરા ઉડતા લોકોમાં ભય વ્યાપ્યો છે. 

ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોના 500 ગામડાઓ ખાલી કરાવી લેવાયા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં  કુલ 2.15 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. મધરાતથી પોલીસ પેટ્રોલિંગ કરશે. એનડીઆરએફની 36 ટીમો તૈનાત કરાઈ છે. 11 ટીમો સ્ટેન્ડબાય છે. 9 એસડીઆરએફ ટીમો, 14 એસઆરપીની ટુકડીઓ અને 300 મરીન કમાન્ડોઝ પણ તહેનાત છે. 9 હેલિકોપ્ટર્સ તૈયાર રખાયા છે. 10,000 જેટલા પર્યટકોને સલામત સ્થળે ખસેડાયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન