Vayu Cyclone is Decision Taken By Bhupendrasinh Chudasama Regarding farmers?
  • Home
  • Featured
  • વાયુનો ખતરો ટળ્યા બાદ ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મોટી જાહેરાત

વાયુનો ખતરો ટળ્યા બાદ ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મોટી જાહેરાત

 | 3:30 am IST

અરબી સમુદ્વમાં વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે ટકરાવવાનું નથી. પરંતુ હવે તે દરિયાઇ માર્ગે સીધું ઓમાન તરફ ફંટાઇ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઇ છે છતાં ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 48 કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે.

‘વાયુ’નો ખતરો ટળ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક બેઠક યોજી હતી. સોમનાથ મંદિરે આવતા યાત્રિકોને લઇને આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિને લઇને અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ, કલેક્ટર, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના માથેથી વાયુનો ખતરો ટળી ગયો છે. ‘કુદરતી આફત હતી જે કુદરતનાં આશીર્વાદથી ટળી ગઇ છે. એટલે હું મારા અધિકારીઓ સાથે આજે ભગવાનનાં દર્શને જવાનો છું. ‘વાયુથી ભારે વરસાદને કારણે જે પણ ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેમના ખેતરોનો અમે સર્વે કરાવીને નુકશાનનો અંદાજો કઢાવીશું પછી આગળની કાયદાકીય કાર્યવાહી કરીશું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાથી રાજ્યમાં એકપણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી. કૃદરતી આફત સામે સરકારે તંત્રને સાબદુ કર્યું હતું. સાથે ‘સ્થળાંતર કરાયેલા લોકોને સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

રાજ્યના સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાની પરિસ્થિતિનું સ્ટેટ ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જયાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહી ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે.

એરપોર્ટ અથોરીટી ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરતા જણાવ્યું છે કે,’ વાવાઝોડાથી અસરગ્રસ્ત એરપોર્ટ આજથી ચાલુ થશે. દીવ અને પોરબંદર એરપોર્ટ સવારે 10 વાગ્યે ચાલુ થશે. કેશોદ, કંડલા એરપોર્ટ રાત્રે 12 વાગ્યાથી ચાલુ થઇ ગયા છે. ભાવનગર એરપોર્ટ સવારે 6 વાગ્યાથી ચાલુ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન