Vayu Cyclone May come to Kutch within 48 hours: Source
  • Home
  • Bhuj
  • હજુ પણ ‘વાયુ’ વાવાઝોડાના ખતરામાં ગુજરાત, 48 કલાકમાં પહોંચી શકે છે કચ્છ

હજુ પણ ‘વાયુ’ વાવાઝોડાના ખતરામાં ગુજરાત, 48 કલાકમાં પહોંચી શકે છે કચ્છ

 | 10:12 pm IST

હાલ ગુજરાત પર ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. જોકે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે ગુજરાત પર આવેલ ‘વાયુ’ સંકટ ટળી ગયું છે. પરંતુ તાજેતરમાં એવી માહિતી મળી છે કે ‘વાયુ’ વાવાઝોડું કચ્છ તરફ ફંટાઈ શકે છે. વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો ન થતા હવામાન વિભાગે પણ ખતરો હજુ પણ યથાવત રહેવાની માહિતી આપી હતી.



પ્રાપ્ત માહિતી મુજબ ‘વાયુ’ વાવાઝોડું કચ્છ તરફ ફંટાઈ શકે છે. જેના કારણે નલિયા સહિતના બંદરો પર તેની ભારે અસર જોવા મળી શકે છે. વાવાઝોડું દિશા બદલીને શનિવાર સુધી કચ્છ પહોંચે એવા અહેવાલ છે. ઉપરાંત અહેવાલ પ્રમાણે ‘વાયુ’ વાવાઝોડાની અસર પોરબંદર અને દ્વારકામાં પણ જોવા મળી શકે છે. આ સિવાય ‘વાયુ’ના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે એવી આગાહી છે. સૂત્રો મુજબ આગામી 48 કલાકમાં પશ્ચિમ તરફ ‘વાયુ’ વાવાઝોડું આગળ વધી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન