Vayu Cyclone : Rainfall in Ahmedabad Some Area
  • Home
  • Ahmedabad
  • ‘વાયુ’ વાવાઝોડાની અસર, અમદાવાદના વાતાવરણમાં પલટો, કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા

‘વાયુ’ વાવાઝોડાની અસર, અમદાવાદના વાતાવરણમાં પલટો, કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા

 | 9:09 am IST

‘વાયુ’ વાવાઝોડાની અસર આજે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જોવા મળી રહી છે. અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ એકદમ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો શહેરના કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે.

‘વાયુ’ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાના 23 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અમુક જગ્યાએ ભારે પવન સાથે વૃક્ષો પડી જવાની પણ ઘટના બની છે. છ જિલ્લામાં વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. બુધવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 28 મિલીમીટર વરસાદ પડ્યો છે. બુધવારે સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. બુધવારે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ વાદળછાંયુ વાતાવરણ બની રહ્યું છે.

ગુજરાતમાં 35 NDRFની ટીમ તૈયાર
‘વાયુ’ના જોખમ વચ્ચે ગુજરાતમાં હાલ એનડીઆરએફની 35 ટીમ ખડેપગે છે. અમદાવાદમાં પણ વાયુ વાવાઝોડાને પગલે ભટીંડાથી NDRFની ટીમો અમદાવાદ આવી પહોંચી છે. ભટીંડાથી NDRFના 35 સભ્યોની 5 ટીમો અમદાવાદ પહોંચી ગઇ છે. 3 ટીમ રાજકોટ, 1 દ્વારકા અને 1 ભાવનગર ખાતે પહોંચશે. પુરના સમયે લોકોને બચાવવા માટે નો તમામ સામાન સાથે લાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન