#CycloneVayu : Thunderstorms Will Hit Coast Of Saurashtra For 48 Hours
  • Home
  • Featured
  • ‘વાયુ’ વાવાઝોડું: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આટલા કલાક ‘તાંડવ’ કરશે, જાણો કેટલાં વાગ્યે કયાં સ્થળે પહોંચશે?

‘વાયુ’ વાવાઝોડું: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આટલા કલાક ‘તાંડવ’ કરશે, જાણો કેટલાં વાગ્યે કયાં સ્થળે પહોંચશે?

 | 1:43 pm IST

મુંબઇમાં દસ્તક દઇને ગુજરાત તરફ આગળ વધી રહેલ વાયુ વાવાઝોડું ગુજરાત માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. દરેક લોકોને એ જાણવાની તાલાવેલી છે કે કયારે વાવાઝોડું ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાશે. તો અમે અમારા વાચકો માટે ખાસ માહિતી લઇને આવ્યા છીએ. windy.comના મતે આ વાવાઝોડું ગુજરાતમાં સૌપ્રથમ 13 જૂનના રોજ વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યા સુધીમાં તો 165 કિલોમીટરની ઝડપે દીવ, ઉના, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશી જશે. ત્યારબાદ સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોળ અને માળિયામાં ત્રાટકશે.

ગુજરાતમાં કયારે કયા સમયે કેટલાં વાગ્યે વાવાઝોડું ટકરાવાની સંભાવનાની એક યાદી નીચે મુજબ 

તારીખ સમય સ્થળ
12મી જૂન સવારે 11 વાગ્યે મુંબઈ પહોંચ્યું, સૌરાષ્ટ્રથી 340 કિમી દૂર
13મી જૂન  રાત્રે 3 વાગ્યે   વલસાડ પહોંચશે
13મી જૂન    સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે- દીવ, ઉના, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં 
13મી જૂન   સવારે 8 વાગ્યે  વેરાવળ, માંગરોળ, માળિયા 
13મી જૂન    સવારે 11 વાગ્યે વેરાવળમાં અસર કરશે
13મી જૂન    રાત્રે 8 વાગ્યે માંગરોળમાં ત્રાટકશે
14મી જૂન    રાત્રે 12 વાગ્યે કડાચ પહોંચી જશે
14મી જૂન    સવારે 3વાગ્યે નવા બંદર
14મી જૂન   સાંજે 6 વાગ્યે  દ્વારકામાં આવશે
15મી જૂન   રાત્રે 3 વાગ્યે  દ્વારકાથી બહાર નીકળશે
16મી જૂન   રવિવાર સાંજે સમુદ્રમાં સમાઇ જશે


વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.

આ વીડિયો પણ જુઓ – ગાંધીનગરના કન્ટ્રોલ રૂમમાં CMની મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન