vayu hurricane effect, rain with heavy wind in many areas of the state
  • Home
  • Gujarat
  • વાયુ વાવાઝોડાની ઈફેકટ, રાજ્યનાં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

વાયુ વાવાઝોડાની ઈફેકટ, રાજ્યનાં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

 | 6:04 pm IST

અરબી સમુદ્રમાંથી વાયુ વાવાઝોડુ-વરસાદથી વેરાવળ, પોરબંદરના કાંઠે પહોંચવાની ભિતી વચ્ચે રાજયના 10 જિલ્લાઓને અને દરીયાઈ વિસ્તારોને એલર્ટ કરાયા છે. 160 કિ.મી. ઝડપે વાયુ વાવાઝોડુ ત્રાટકવાની તંત્રએ અગમચેતી આપી છે. જેના ભાગરૂપે ઝાલાવાડમાં બુધવારે સાંજથી હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો. હવામાન પલ્ટા સાથે ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં વરસાદી છાંટા પડયાના સમાચારો પ્રાપ્ય થયા છે. વાયુ ના ભણકારા વચ્ચે દ્વારકા-ઓખા અને ભાવનગર તરફ આવવા ગમન કરતી 10 થી 11 ટ્રેનોના શેડયુઅલમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળ્યુ છે.

વાયુ વાવાઝોડું વરસાદ સાથે સૌરાષ્ટ્રમાં ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના ભાગરૂપે ઝાલાવાડમાં બુધવાર સાંજથી હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો. પવન સાથે ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં વરસાદી છાંટા પડયાના સમાચારો પ્રાપ્ય થયા છે. વાયુ વાવાઝોડાને લઈને રેલવે વિભાગ દ્વારા ઓખા-દ્વારકા અને ભાવનગર તરફ આવવા-ગમન કરતી 10 થી 11 ટ્રેનોના શેડયુઅલમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. રાજયના અંદાજે 10 જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાનો કહેર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વાયુ ની સૌથી ઓછી અસર રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે. તેમ છતાં સુરેન્દ્રનગરના કલેકટર કે.રાજેશે વાયુુ વાવાઝોડું અને વરસાદની સંભવીત આફતને ધ્યાને લઈ જુદા-જુદા વિભાગના અધિકારીઓ, મામલતદારો, ફલડ વિભાગના કર્મીઓ અને અસરગ્રસ્ત વિભાગના 100 થી વધુ કર્મીઓ સાથે બુધવારે બપોરે તાકીદની બેઠક યોજી સંભવીત કુદરતી આફત અંગે ચર્ચા-વિચારણા હાથ ધરીને બચાવ કામગીરી સંદર્ભે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

સુરેન્દ્રનગર આવવા-ગમન કરતી પ્રભાવીત ટ્રેનો

ભાવનગર-ઓખા, ઓખા-ભાવનગર, હાવડા-પોરબંદર, પોરબંદર-હાવડા, જબલપુર-સોમનાથ, સોમનાથ-જલબપુર, વેરાવળ-ઈંદરો, અમદાવાદ-વેરાવળ, ગાંધીનગર-ભાવનગર, બાંદ્રા-ભાવનગર, મુંબઈ-પોરબંદર વિગેરે ટ્રેનોનો સમાવેશ થાય છે.

કેરીના પાકને થશે મોટું નુંક્સાન

ઝાલાવાડનાં ખેડૂતો માટે વાયુ વાવાઝોડુ મોટું નુંક્સાન સાબિત થઇ શકે છે કારણ કે, ખેડૂતોનાં કેરીનાં પાકને વાવાઝોડા અને વરસાદનાં કારણે ભારે નુક્સાન થવાની ભીતી છે. હાલમાં જે ખેડૂતોએ પોતાની કેરીનો પાક આંબા પરથી ઉતાર્યો નથી તેમના માટે વરસાદ એક માઠા સમાચાર સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન