Vayu May Not Hit Gujarat : Skymet Weather
  • Home
  • Ahmedabad
  • ‘વાયુ’ વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, ગુજરાતના માથેથી સંકટ ટળ્યું

‘વાયુ’ વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર, ગુજરાતના માથેથી સંકટ ટળ્યું

 | 8:12 am IST

‘વાયુ’ વાવાઝોડાને લઇ ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી વેધર એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા સાથે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે.. શક્યતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે.

સ્કાયમેટના મતે હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 150 કિલોમીટર દૂર છે પરંતુ આંશિક દિશા બદલાતા પોરબંદરના દરિયાકિનારાથી ઓમાનના દરિયા તરફ ફંટાઇ શકે છે. આથી ગુજરાત માટે થોડાંક રાહતના સમાચાર કહી શકાય. વાયુ વાવાઝોડું કેટેગરી 1 માંથી 2માં ફેરવાઇ ગયું છે. આમ વાવાઝોડાની વિનાશકતા ઓછી પડી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીના મતે વાયુ તોફાન હવે ગુજરાત દરિયાકાંઠા ટકરાવાની સંભાવના નથી. મોહંતીના મતે આ તોફાન હવે પોરબંદર, દ્વારાકની આસપાસથી થઇ નીકળી જશે. જો કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તેની અસર દેખાશે અને ભારે વરસાદની સાથે તેજ પવન ફૂંકાશે.

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહેશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.

અરબી સમુદ્રમાં ઉભી થયેલી સિસ્ટમ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની ઝડપ ઘટી શકે છે. ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થયા બાદ વાયુનો મુકાબલો ઉત્તર-અરબી સમુદ્રમાં એન્ટી-સાઇક્લોન સાથે ટકરાશે. આથી કરાચી દરિયાકાંઠા નજીક આ સિસ્ટમ સ્થિર થઈ જાય તેવી શક્યતા રહેલી છે. એટલે એવી પૂરી શક્યતા રહેલી છે કે વાયુ જમીન પર નહીં આવે પરંતુ તે દરિયામાં જ નબળું પડી જશે. જો કે  દરિયાકાંઠા પર વરસાદ અને પવન રહેશે.

આ Video પણ જુઓ : સમુદ્ગના પાણી ત્રિવેણી સંગમમાં ફરી વળ્યાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન