19 વર્ષની વયે `અરાઉન્ડ ધ વર્લ્ડ’ સાઈકલ પર - Sandesh
NIFTY 10,466.30 -14.30  |  SENSEX 34,112.86 +-79.79  |  USD 65.4500 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 19 વર્ષની વયે `અરાઉન્ડ ધ વર્લ્ડ’ સાઈકલ પર

19 વર્ષની વયે `અરાઉન્ડ ધ વર્લ્ડ’ સાઈકલ પર

 | 4:39 pm IST

 

 

પૂણેની 19 વર્ષની યુવતી વેદાંગી કુલકર્ણી 2018ને યાદગાર બનાવવા માગે છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે 2017ના અંતિમ મહિનાઓમાં તેને હજારો કિલોમીટર સુધી સાઈકલ ચલાવતા લોકોએ જોઈ છે.

વેદાંગી હવે એકલા જ સાઈકલ પર સવાર થઈ વિશ્વભ્રમણ કરવાની નેમ ધરાવે છે. આ માટે તે એકલા 29,000 કિલોમીટરના સાઈકલ પ્રવાસ ખેડનાર છે. 29,000 કિલોમીટરની આ સાઈકલ યાત્રા તે માત્ર 130 દિવસમાં જ પૂર્ણ કરવા માગે છે. સાઈકલ પ્રવાસ વખતે તે દક્ષિણ અમેરિકા અને એન્ટાર્ટિકા સિવાય બધા જ ઉપખંડોમાં સાઈકલ સવારી કરનાર છે.

વેદાંગી બોર્નમાઉથ યુનિવર્સિટીમાં સ્પોર્ટસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. આ સાહસને વેદાંગીએ નવા વર્ષનો તેનો સંકલ્પ ગણાવ્યો છે. વેદાંગીએ પ્રેક્ટિસ તરીકે મુંબઈથી દિલ્હી સુધી 1,400 કિલોમીટરનો સાઈકલ પ્રવાસ ખેડવાની પહેલ કરી છે. દિલ્હી પહોંચી તે કેટલાક અધિકારીઓને મળવાનો પ્રયાસ કરનાર છે. આ અધિકારીઓ  વિવિધ ઉપખંડોમાં જરૂરી દસ્તાવેજો મેળવવામાં તેને મદદ કરી શકે છે.