નાઈટ ક્લબમાં દેખાઈ કરીના-સોનમની ગર્લ્સ ગેંગ, જુઓ veere veere વીડિયો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • નાઈટ ક્લબમાં દેખાઈ કરીના-સોનમની ગર્લ્સ ગેંગ, જુઓ veere veere વીડિયો

નાઈટ ક્લબમાં દેખાઈ કરીના-સોનમની ગર્લ્સ ગેંગ, જુઓ veere veere વીડિયો

 | 4:41 pm IST

ફિલ્મ વીરે દી વેડિંગનં ગીત વીરે આખરે રિલીઝ થઈ ગયું છે. 2 મિનીટ 4 સેકન્ડના આ ગીતનો વીડિયો યુટ્યુબ પર અપલોડ કરાયો છે. ગીતમાં ફિલ્મની એક્ટ્રેસ કરીના કપૂર અને સોનમ કપૂર પોતાની ગર્લ ગેંગની સાથે મળીને ખૂબ મસ્તી કરતા અને બિન્દાસ જિંદગી જીવતી બતાવવામાં આવી છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે, ડેઈલી બોરિંગ લાઈફથી બહાર થઈને ચારેય ફ્રેન્ડ્સ થાઈલેન્ડની ટ્રીપ પ્લાન કરે છે અને પછી ત્યાં જોરદાર મસ્તી કરે છે. પુલમાં મસ્તીથી લઈને આ ફ્રેન્ડ્સ નાઈટ ક્લબની રંગીન લાઈફની મજા કરતી દેખાય છે.

શશાંક ઘોષના નિર્દેશનમાં બનેલી ફિલ્મ વીરે દી વેડિંગ આ વર્ષે 1 જૂનના રોજ રિલીઝ થશે. જેમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શીખા તલસાનિયા મુખ્ય રોલમાં છે. ફિલ્મના આ ગીતમા ચારેય એક્ટ્રેસ એકસાથે નજરે આવી રહી છે.

આ ગીતની ખાસિયત એ છે કે, ગીતને અનેક સિંગર્સનો અવાજ આપવામાં આવ્યો છે. જેમાં વિશાલ મિશ્રા, અદિતિ સિંહ શર્મા, યૂલિયા વન્તૂર, ધ્વનિ, નિકીતા આહુજા અને પાયલ દેવએ અવાજ આપ્યો છે.

ફિલ્મમાં લીડ એક્ટરની વાત કરીએ, તો માત્ર સુમિત વ્યાસ જ લીડ હીરોના રોલમાં છે. બાકી તો ફિલ્મની આખી જવાબદારી એક્ટ્રેસિસના ખભા પર જ છે. બાકી, તો તૈમૂના જન્મ બાદ કરીના આ પહેલી ફિલ્મ છે, તેથી દર્શકો તેને જલ્દી જ ફિલ્મી પડદે જોવા આતુર છે.