Veeru Krishnan Dies, Priyanka Chopra, Lara Dutta, Others Tweet Tributes
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડને મસમોટી ખોટ, રાજા હિન્દુસ્તાની ફિલ્મનાં એક્ટરનું નિધન, પ્રિયંકા-કેટરિના રડી!

બોલિવૂડને મસમોટી ખોટ, રાજા હિન્દુસ્તાની ફિલ્મનાં એક્ટરનું નિધન, પ્રિયંકા-કેટરિના રડી!

 | 2:58 pm IST

રાજા હિન્દુસ્તાની ફિલ્મમાં રોલ કરનાર અને બોલિવૂડના જાણીતા અભિનેતા અને કથક ગુરુ તરીકે જાણીતા વીરૂ કૃષ્ણનનું નિધન થયું છે. શનિવારે અભિનેતાએ છેલ્લા શ્વાસ લીધા હતા. કૃષ્ણનના નિધન બાદ બધી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો. રાજા હિંદુસ્તાની, દુલ્હે રાજા, ઇશ્ક, અકેલે હમ અકેલે તુમ જેવી કેટલીય યાદગાર ફિલ્મોમાં તેણે અભિનય કર્યો છે.

વીરૂ કૃષ્ણનને બોલિવૂડમાં સૌથી વધુ કથક ગુરૂ કરી તરીકે ઓળખાય છે. તેમણે ઘણા યાદગાર અભિનય પણ કર્યા છે. કેટલાક ફિલ્મી સિતારાઓએ તેમની પાસેથી ટ્રેનિંગ લીધી છે, જેમાં પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ જેવા અનેક નામો સામેલ છે. તાજેતરમમાં જ અભિનેત્રી કેટરીના કૈફને જ્યારે તેમના ફેવરિટ ટીચર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વીરૂ કૃષ્ણનનું જ નામ લીધું હતું.

પ્રિયંકા ચોપરાએ કોઇક યૂઝરના ટ્વીટને રિટ્વીટ કરતા કૃષ્ણનને યાદ કર્યા અને પોતાના ગુરૂ કહ્યા. તેણે ટ્વીટ કરતાં લખ્યું કે, “તમે મને ડાન્સ શીખવ્યો. ડાન્સ પ્રત્યે તમારો પ્રેમ અને સમર્પણ એટલું પ્રભાવિત કરનારું હતું કે અમે તમારી પાસેથી કથક સિવાય પણ ઘણું શીખવા મળ્યું. તમે હંમેશા યાદ રહેશો ગુરૂજી.”

અભિનેત્રી લારા દત્તાને પણ ખૂબ જ દુઃખ થયું. ગુરૂજીના પરિવાર માટે પ્રાર્થના અને સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

બિગ બૉસ 12નો ભાગ રહી ચૂકેલા કોન્ટેસ્ટન્ટ કરણવીર બોહરાએ પણ કૃષ્ણન સાથે એક વીડિયો શૅર કર્યો છે. તેમણે વીડિયો સાથે કહ્યું, “મને આ લખતાં ખૂબ જ દુઃખ થાય છે કે મારા પ્યારા ગુરૂજી આ દુનિયા છોડીને જઈ ચૂક્યા છે.

આ વીડિયો પણ જુઓ: રિન્કુ સિંહ જે ભારતની સંસ્કૃતિને સાથે રાખીને ચાલે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન