NIFTY 10,016.95 +28.20  |  SENSEX 31,924.41 +77.52  |  USD 65.2750 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભાવતોલ મામલે ઉશ્કેરાયેલા શાકભાજીવાળાએ કર્યું એવું કે સાંભળી દંગ રહી જશો

ભાવતોલ મામલે ઉશ્કેરાયેલા શાકભાજીવાળાએ કર્યું એવું કે સાંભળી દંગ રહી જશો

 | 6:36 pm IST

આણંદ જિલ્લામાં વિતેલા દિવસ દરમ્યાન નજીવી બાબતે મારમારવાના જુદાજુદા બે બનાવો ભાલેજ અને ખંભોળજ પોલીસ મથકે નોંધાયા છે. જેમાં ભાલેજમાં શાકભાજીની લારી ચલાવતા યુવાને ૨૦ રૃપિયે અઢી કિલો બટાકા માંગતા ગ્રાહકને છરો જ્યારે શીલી ભાલીયાસરમાં ખેતરમાં જતી મહિલાને પાછળથી માથામાં ધારીયું મારી ઈજાઓ પહોંચાડતા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મુળ ઉતરપ્રદેશના શાહબાજપુર તાલુકાના ગામ ગટકના તળાવની પાસેના રહીશ અને હાલમાં ઉમરેઠ તાલુકાના સરદારપુરા મોટા વિસ્તારમાં રહેતા બિપીન શ્રીભદ્રીપ્રસાદ રૃપત પ્રજાપતિ ગતરોજ સાંજના સવા છ વાગ્યાના સુમારે ભાલેજ સરકારી દવાખાના સામે ગયા હતા અને મહંમદશા દિવાનની શાકભાજીની લારીએ જઈ બટાકાનો ભાવ પુછતા દસ રૃપિયા કિલોનો ભાવ કરતા બિપીને વીસ રૃપિયાના અઢી કિલો બટાકા માંગ્યા હતા. જેથી મહંમદશા દિવાને ઉશ્કેરાઈ જઈને શાકભાજી કાપવાના છરાથી હુમલો કરી બિપીનના બંન્ને હાથના પંજા ઉપર ઈજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે બિપીન પ્રજાપતિએ ભાલેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મહંમદશા દિવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ઉમરેઠ તાલુકાના શીલી ભાલીયાસર ખેતરમાં રહેતા લીલાબેન અરવિંદભાઈ ચૌહાણ ગતરોજ સવારના સવા વાગ્યાના સુમારે પોતાના ઘરેથી તેર વીઘા વાળા ખેતરમા જતા હતા ત્યારે રસ્તામા બાગો નામના યુવાને કાંઈપણ બોલ્યા વગર તેમના માથામાં ધારીયુ મારી ઈજાઓ કરતાં લીલાબેન જમીન પર પડી ગયા હતા જેથી તેઓએ બાગાના હાથમાનું ધારીયુ પકડી લેતા ઈજાઓ પહોંચી હતી. આ સમયે આસપાસના લોકો દોડી આવતા બાગો નામનો યુવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લીલાબેનને માથામાં ઈજાઓ પહોંચી હોઈ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે લીલાબેન ચૌહાણે ખંભોળજ પોલીસ મથકે બાગો નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.