Vegetables, flower prices fluctuate after beans: cut flowers to God
  • Home
  • Ahmedabad
  • હવે ભગવાનની ભક્તિ કરવી પણ ‘મોંઘી’ બની, શાકભાજી, કઠોળ બાદ આ વસ્તુના ભાવમાં ભડકો

હવે ભગવાનની ભક્તિ કરવી પણ ‘મોંઘી’ બની, શાકભાજી, કઠોળ બાદ આ વસ્તુના ભાવમાં ભડકો

 | 8:11 am IST

મોંઘવારીના ચક્કરમાં સામાન્યજનોને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીની સાથે કઠોળના ભાવોમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થતા હવે ગરીબ અને મધ્યમ વર્ગને શુ ખાવુ તે પ્રશ્ન સતાઈ રહ્યો છે.

બીજી તરફ શ્રાવણ માસમાં તહેવારોમાં સીંગતેલના ભાવો પણ વધી જતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ફુલોના ભાવોમાં ૫૦ ટકા સુધીનો વધારો થતા લોકોએ ભગવાનને ફુલો ચઢાવવામાં કાપ મૂક્યો છે. ચણાની દાળના ભાવોમાં વધારો થવાને લીધે બેસનના ભાવો વધ્યા છે. જેના લીધે ફરસાણના ભાવોમાં ૨૦ ટકા સુધીનો વધારો થઈ ગયો છે.સામાન્ય દિવસોમાં રૂ.૩૪ કિલો મળતી ખાંડના ભાવ કિલોએ રૂ.૬ વધી જતા હાલ રૂ.૪૦ કિલો મળી રહી છે.

ફૂલના ભાવમાં ૫૦ ટકા સુધીનો વધારો
શ્રાવણ માસમાં ફુલોનો વપરાશ વધી જાય છે. આ વખતે ફુલોના ભાવમાં ૫૦ ટકા સુધીનો વધારો થતા લોકોએ ભગવાનને ફુલોે ચડાવવામાં કાપ મુકી દીધો છે. રૂ.૪૦ના કિલો મળતા ગુલાબના ફુલોના રૂ.૧૦૦, ગુલાબ પત્તી રૂ.૩૫ની કિલો હતી તે રૂ.૧૨૦ની મળી રહી છે. મોગરાના ફુલોના રૂ.૩૦ થી વધીને રૂ.૮૦ થયા છે. ગલગોટા રૂ.૫૦ કિલો થી વધીને રૂ.૧૦૦ થયા છે.

શાકભાજી કિલોનો ભાવ

ટામેટા ૬૦, કોથમીર ૧૫૦, ફુદીનો ૧૨૦, ડુંગળી ૩૦, બટાકા ૨૦, પરવર ૧૫૦, કંકોડા ૧૫૦, બીટ ૮૦, વટાણા ૧૫૦, આદુ ૨૦૦, મરચા ૧૦૦, લીંબુ ૧૨૦, ટીડોળા ૧૫૦, ચોળી ૧૨૦, ભીંડા ૧૦૦, ગવાર ૧૨૦, રવૈયા ૧૦૦, કારેલા ૮૦, રીંગણ ૮૦, કેપ્સીકમ ૧૦૦, ફુલાવર ૧૨૦, વાલોર પાપડી ૧૫૦, ગવાર ૧૫૦, કાકડી ૧૨૦, ગાજર ૧૦૦, દૂધી ૮૦, સરગવો ૧૨૦, કોબીજ ૮૦, રતાળુ ૧૫૦, લીલી ડુંગળી ૧૨૦, પાલકની ભાજી ૧૨૦, લીમડો ૧૫૦, મેથીની ભાજી ૧૫૦, તુરિયા ૧૨૦, લસણ ૧૫૦, કેપ્સીકમ ૧૦૦, સરગવો ૧૨૦, ફુલાવર ૧૫૦

કઠોળના ભાવ (પ્રતિ કિલો)

મગ ૭૦-૮૫, દેશી ચણા ૮૦-૮૫, કાબુલી ચણા ૧૦૦-૧૧૦, તુવેરો ૮૦-૧૦૦, લીલા વટાણા ૧૦૦-૧૦૦, સફેદ વટાણા ૮૦-૮૦, વાલ ૮૦-૧૦૦, રાજમા ૮૦-૧૨૦, લાલ ચોળા ૧૦૦-૧૦૦, ઘઉ ૨૫-૩૦, ચણાની દાળ ૮૦-૮૫, મગની દાળ ૯૫-૯૫, મગની ફોતરા દાળ ૮૫-૮૫, અડદની દાળ ૯૦-૯૦, તુવેરની દાળ ૧૦૦-૧૦૦, એલચી ૨૦૦૦-૬૦૦૦, ખાંડ ૩૪-૪૦, ગોળ ૫૦-૬૦, તજ ૨૬૦-૩૬૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન