vehicle owners lot plunder gang in jamnagar
  • Home
  • Gujarat
  • વાહન અથડાવી લોકોને લુંટતી ગેંગ ઝડપાઇ, ઘાતક હથિયારો સાથે 5ની ધરપકડ

વાહન અથડાવી લોકોને લુંટતી ગેંગ ઝડપાઇ, ઘાતક હથિયારો સાથે 5ની ધરપકડ

 | 8:17 pm IST

જામનગર શહેરમાં હરવા ફરવા નીકળેલા લોકો સાથે વાહન અથડાવી અને ત્યાર બાદ વાહન માલિકોને લુંટતી 5 શખ્સોની એક ગેંગ ઝડપાઇ છે. આ ગેંગ છેલ્લા 6 માસથી લોકોના વાહન સાથે તેમના વાહન અથડાવી નુકશાન કરતી હતી.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા છ માસ જેટલા સમયગાળાથી વાહન અથડાવ્યા બાદ લુંટ કરતી એક ગેંગ પોલીસે ઘાતક હથિયારો સાથે ઝડપી છે. રાત્રીના સમયે વાહન પર જઈ રહેલા લોકોને તમે કેમ અમારી સાથે વાહન અથડાવ્યું ચાલો નુકશાનીના પૈસા આપો પહેલા પ્રેમથી અને બાદમાં લુંટ કરતી હતી. આ ગેંગ મૂળ જામનગરની છે.

અને આ ગેંગ છેલ્લા છ માસના સમયગાળાથી સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. છ માસમાં આ ગેંગે 12 જેટલા લુંટના ગુન્હાઓને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.આ ગેંગમા એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહીત કુલ 5 ઇસમો સંકળાયેલા છે.વાહનચાલકોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને તેની લુંટમા આ ગેંગને સારી એવી પકડ આવી ચુકી હતી.આ ગેંગ સાથે ઘાતક હથિયારો
પણ રાખતી હોવાનું ખુલવા પામ્યું છે.

ગઈકાલે વિનાયક પાર્ક મધુરમ સોસાયટી નજીકથી પોલીસે બાતમીને આધારે લુંટ અથવા ધાડ પાડવાને ઈરાદે હથિયારો સાથે આ ગેંગના માણસો એકઠા થયાની માહિતી પરથી પોલીસે પાંચેય શખ્સોને ઝડપી પાડ્યા છે.આ ગેંગમાં ઝડપાયેલ શખ્સોમાં શિવા નવરંગ કપટા, હાર્દિક દિલીપભાઈ ત્રિવેદી,વિક્કી સંજયભાઈ બરછા અને અશોકસિંહ શીવુભા જાડેજા અને એક કાયદાથી સંઘર્ષિત કિશોર એમ કુલ પાંચ ઇસમોને છરી,ડીસમીસ,ધોકા,લોખંડની પાઈપ સહિતના હથિયારો સાથે ઝડપી લઇ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.