લંડનમાં રાહદારીઓને કારે કચડ્યા, લોકોએ ચીસાચીસ કરી, એકનું મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • લંડનમાં રાહદારીઓને કારે કચડ્યા, લોકોએ ચીસાચીસ કરી, એકનું મોત

લંડનમાં રાહદારીઓને કારે કચડ્યા, લોકોએ ચીસાચીસ કરી, એકનું મોત

 | 8:16 am IST
  • Share

સાક્ષીઓનું કહેવું છે કે અડધી રાત્રે મોટી સંખ્યામાં જ્યારે મુસ્લિમ નમાજ પઢ્યા બાદ ફિન્સબરી પાર્ક પાસે આવેલ મસ્જીદથી નીકળી રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે ચાલીને જતાં લોકો પર ગાડી ચઢાવી દીધી. કેટલાંક લોકોનું કહેવું છે કે આરોપીઓએ જાણી જોઇને મુસ્લિમોને નિશાન બનાવ્યા. જોકે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી. ઇસ્લામિક કેલેન્ડરના મતે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આની પહેલાં 3 જૂનની રાત્રે 3 હુમલાખોરોએ લંડનમાં 2 જગ્યાએ હુમલો કર્યો હતો. એક સાક્ષીએ કહ્યું કે ત્યાં કેટલાંય લોકો ઘાયલ થયા હતા, કેટલાંય લોકો ચીસો પાડી રહ્યાં હતા.

કેટલાંક લોકોનું એ પણ કહેવું છે કે હુમલો મુસ્લિમ વેલફેર હાઉસની બહાર થયો, પરંતુ તે સમયે લોકો ફિન્સબરી પાર્ક નજીક મસ્જીદમાંથી લોકો બહાર નીકળી રહ્યા હતા આથી અફડાતફડીનો માહોલ સર્જાયો. રમઝાન ફાઉન્ડેશન મુસ્લિમ ઑર્ગેનાઇથેશનના મુખ્ય કાર્યકારી મોહમ્મદ શાફિકે કહ્યું કે સાક્ષીઓનું કહેવું છે કે નિર્દોષ મુસ્લમાનોને જાણી જોઇએ નિશાન બનાવ્યા. જો પ્રશાસન આ વાતની પુષ્ટિ કરે છે તો આ કેસને પણ આતંકી હુમલો જાહેર કરવો જોઇએ. જો ખરેખર જાણી જોઇને નિશાન બનાવ્યા છે તો આને આતંકી હુમલો કહેવામાં કોઇ શંકા નથી.

બ્રિટનની પોલીસના મતે ઉત્તરી લંડનમાં પૂરપાટ ઝડપે દોડી આવતા વાહને રાહદારીઓને કચડવાની કોશિષ કરી, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે લંડનના મેટ્રોપૉલિટન પોલીસે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. મેટ્રોપૉલિટન પોલીસે કહ્યું કે અધિકારી ઘટનાસ્થળ પર છે અને ઇમરજન્સી સર્વિસીસને બોલાવી લેવામાં આવી છે. લંડન એમ્બ્યુલન્સ સર્વિસીસના પ્રવક્તાએ કહ્યું કે સેવન સિસ્ટર્સ રોડ પર એમ્બ્યુલન્સની કેટલીય ગાડીઓ મોકલાઇ છે.

ઉલ્લેખનીય છે કે તાજેદતરના દિવસોમાં બ્રિટનમાં આ પ્રકારના હુમલા સતત વધી રહ્યાં છે. 3 જૂનના રોજ આ પ્રકારના હુમલામાં 8 લોકો મૃત્યુ પામ્યા હતા અને 50 લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ આતંકીઓએ લંડન બ્રીજ પર ચાલીને જતા લોકો પર કાર ચઢાવી દીધી હતી અને ત્યારબાદ ગાડીને નજીકના પ્રસિદ્ધ બરો બજાર તરફ લઇ ગયા અને ત્યાં હાજર લોકો પર છરીથી હુમલો શરૂ કરી દીધો હતો.

22મી માર્ચના રોજ એક વ્યક્તિએ લંડનમાં વેસ્ટમિંસ્ટર બ્રીજ પર લોકોએ કાર ચઢાવી દીધી, જ્યારે એક પોલીસકર્મચારીને ચાકુથી મારી નાંખ્યો. આ હુમલામાં કુલ પાંચ લોકોના મોત થયા હતા.

22મી મે ના રોજ એક આત્મઘાતી હુમલાખોરે પૉપ સિંગર અરિયાના ગ્રાન્ડના કંસર્ટમાં 22 લોકોને મારી નાંખ્યા. એરિયાના કંસર્ટ ઉત્તર ઇંગલેન્ડના માન્ચેસ્ટરમાં ચાલી રહી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો