Venezuela’s Ex-leader Hugo Chavez’s Daughter Flaunt Wealth
  • Home
  • Featured
  • આ દેશમાં પ્રજાને ખાવાના ફાંફાં, પરંતુ નેતાની દીકરીની સંપત્તિ જાણી આંખો થઇ જશે પહોળી

આ દેશમાં પ્રજાને ખાવાના ફાંફાં, પરંતુ નેતાની દીકરીની સંપત્તિ જાણી આંખો થઇ જશે પહોળી

 | 10:43 am IST

એકબાજુ દુનિયાભરમાં વેનેઝુએલાના અર્થતંત્રની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે એક કિલોગ્રામ ટામેટા 70000 રૂપિયાના ભાવે મળી રહ્યા છે, પરંતુ સામાજિક ક્રાંતિની શરૂઆત કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝના બાળકો પાસે અખૂટ સંપત્તિનો ભંડાર છે. નેતાઓના બાળકોની નવી પેઢી દેશની સ્થિતિ અજાણ છે અને આલીશાન ભવ્યાતિભવ્ય જિંદગી જીવી રહ્યા છે. શાવેઝની મોટી દીકરી મારિયા ગ્રેબીએલા (38)ની પાસે 4 અબજ ડોલર એટલે કે અંદાજે 30000 કરોડ રૂપિયાની સંપત્તિ કહેવાય છે. તેના યુરોપમાં કેટલાંય ખાતા પણ છે.

શાવેઝે પોતાની બીજી પત્નીને તલાક આપ્યા ત્યારબાદ મારિયાને ફર્સ્ટ લેડીનો દરજ્જો મળ્યો હતો. શાવેઝ પણ મારિયાને પસંદ કરતા હતા. 2002મા તખ્તાપલટાની કોશિષ નિષ્ફળ રહ્યા બાદ મારિયા એ ક્યુબાના ફિદેલ કાસ્ત્રો પાસે મદદની અપીલ કરી હતી. શાવેઝની નાની દીકરી રોજીનેસ (21) વેનેઝુએલા છોડી ચૂકી છે. 2016મા રોજીનેસનો એક ફોટો વાયરલ થયો હતો, તેમાં તે કેટલાંય ડોલર હાથમાં લીધા હતા. ફોટો વાયરલ થયાના થોડાંક જ કલાકો બાદ તે પેરિસ જતી રહી હતી. રોજીનેસ ફ્રાન્સના સોરબોન વિસ્તારમાં રહે છે. શાવેઝ બહેનોને સ્પેન સહિત સમગ્ર યુરોપમાં ખરીદી કરતા જોવા મળી શકે છે.

શાવેઝના દીકરા પર ગયા વર્ષે અબજો ડોલરના મની લોન્ડ્રિંગનો આરોપ લાગી ચૂકયો છે. તેમાં અમેરિકન સેન્ટર મર્કો રૂબિયોનું પણ નામ આવ્યું હતું. એ તો ઠીક પ્રેસિડન્ટ નિકોલસ માદુરોના એશો-આરામમાં કોઇ કમી નથી. ગયા વર્ષે એક વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ ઇસ્તાંબુલમાં એક સેલિબ્રિટી શેફ સાલ્ટ બેની પાર્ટીમાં હાજર રહ્યા હાતા. ત્યારે વેનેઝુએલામાં લોકોને ખાવાનું પણ નસીબ થઇ રહ્યું નથી.

વેનેઝુએલામાં સ્થિતિ એટલી ખરાબ છે કે મોંઘવારી આસમાને હોવાથી લોકોને તેમનો પગાર ઓછો પડે છે. શિક્ષકોને લાગે છે કે તેઓ મફતમાં સેવાઓ આપી રહ્યા છે.

થોડાંક મહિના પહેલાં માદુરોના બે સાવકા દીકરા યોસ્વાલ ગાવિદિયા ફ્લોરેસ અને વાલ્ટર ગાવિદિયા ફ્લોરેસની રજાઓ એન્જોય કરતી તસવીરો સામે આવી હતી. બંને ભાઇઓએ પેરિસમાં 18 દિવસ માટે હોટલનું અંદાજે 45 હજાર ડોલર એટલે કે 32 લાખ રૂપિયામાં બુક કરાવી હતી તેમની હોટલનું બિલ 2000 વેનેઝુલિયન નાગરિકોના પગાર બરાબર આવ્યું હતું.