NIFTY 10,079.30 -13.75  |  SENSEX 32,186.41 +27.75  |  USD 63.9950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • MODI એટલે મિશન ઓફ ડેવલપિંગ ઇન્ડિયા: વેંકૈયા નાયડુ

MODI એટલે મિશન ઓફ ડેવલપિંગ ઇન્ડિયા: વેંકૈયા નાયડુ

 | 3:26 pm IST

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ – 2017મા ઉપસ્થિત રહ્યાં હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ મોડેલે બીજા રાજ્યોને વિકાસનો રસ્તો દેખાડ્યો છે. ગુજરાત મોડેલ એ દેશનો મિજાજ દર્શાવે છે અને આ મોડેલનું અનુસરણ કરીને મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા બિમારૂ રાજ્યો પણ વિકાસને પંથો આગળ ધપી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર મિશન MODI ફોલો કરી રહ્યું છે. અહીં MODIનો અર્થ મિશન ઓફ ડેવલપિંગ ઇન્ડિયા થાય છે.

વેંકૈયા નાયડુએ વધુમાં કહ્યું હતું કે અમદાવાદનો મેટ્રો રેલ પ્રોજેક્ટ માર્ચ-2018 સુધીમાં પૂર્ણ કરી દેવાશે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ માટે રૂ.800 કરોડ ફાળવ્યા છે. ગુજરાતમાં આવવાથી એક નવી ઉર્જા મળે છે.

ગુજરાતના આંગણે ગુજરાતના વખાણ કરતાં કહ્યું હતું કે ગુજરાતે સાબિત કરી બતાવ્યું છે કે 24 કલાક વીજળી આપીને સરકાર રાજ્યને વિકાસન દિશામાં આગળ લઇ જઇ શકે છે. હવે આ મોડેલ બધા જ રાજ્યો ફૉલો કરી રહ્યાં છે.

દેશના શહેરી વિકાસ મંત્રીએ સ્માર્ટ સીટીના આયોજન પર પ્રકાશ પાડ્યો છે. તેમણે ખાસ કહ્યું કે સ્માર્ટ સીટીના કેટલાંક વિસ્તારોમાં અઠવાડિયાના કેટલાંક દિવસો કાર જોવા જ નહીં મળે. આ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ માટે 500 કરોડનું સીડ ફંડિંગ પણ પૂરું પાડયું છે.

આ પ્રસંગે હેલિકોપ્ટર બનાવવા માટે ધોલેરામાં એરોસ્પેસ કલસ્ટર ઉભું કરવા માટે એરબસ સાથે એમઓયુ સાઇન કર્યા હતા. અમદાવાદ માર્ચ 2017 સુધીમાં 200 કરોડના મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડશે તેવી જાહેરાત પણ આ પ્રસંગે કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે દેશની જીડીપીના 65 ટકા રકમ શહેરોમાંથી આવે છે. શરૂઆતમાં આપણી ઝડપ થોડી ધીમી રહી હતી. આપણું અર્થતંત્ર ગોડાઉનમાં હતું જે હવે હાઇવે પર આવી ગયું છે.

વેંકૈયા નાયડુએ બ્લેકમની અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકો કહે છે કે બધું બ્લેકમની બેન્કમાં આવી ગયું છે પરંતુ જે રકમ જમા થઇ છે તે તમામે તમામ સફેદ થોડી છે. નોટ કયાંથી જમા થઇ છે તેનું સરનામું અમારી પાસે છે. ભારતીય નાગરિકોએ ઘણી ધીરજથી આ કવાયતમાં સાથ આપ્યો છે અને આ બદલ હું તેમને સલામ કરું છું.