શુક્રનું કુંભ રાશિમાં ભ્રમણ, તમારા જીવનમાં કેવી કરશે અસર જાણો અહિં - Sandesh
  • Home
  • Astrology
  • શુક્રનું કુંભ રાશિમાં ભ્રમણ, તમારા જીવનમાં કેવી કરશે અસર જાણો અહિં

શુક્રનું કુંભ રાશિમાં ભ્રમણ, તમારા જીવનમાં કેવી કરશે અસર જાણો અહિં

 | 1:09 pm IST

દરેક ગ્રહોની પોતાની વિશેષતા હોય છે જે આપણા જીવનમાં અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. શુક્ર ગ્રહ રોમાંસ, પ્રેમ સંબંધ અને ભૌતિક સુખ સુવિધાઓનો કારક માનવામાં આવે છે. 6ઠ્ઠી ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જો તમારી કુંડળીમાં શુક્ર મજબૂત સ્થિતિમાં હોય તો લગ્નજીવન સુખમય વિતે છે. અને સાથે જ જીવનમાં તમામ સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. શુક્રનું કુંભ રાશિમાં ભ્રમણ તમામ રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે જુઓ અહિં….

મેષ રાશિ(અ,લ,ઈ)
શુક્રનું  ગોચર મેષ રાશિથી અગિયારમે થઈ રહ્યું છે. જેના કારણે તમને ધનલાભની પ્રાપ્તિ થશે. અને સાથે જ તમને નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થશે. કોઈ નવી તકો મળશે. કેટલાંક જોખમ ભરેલા નિર્ણયો પણ લેવામાં આવે. શુભ યાત્રાનો સંયોગ થાય છે.

વૃષભ રાશિ(બ,વ,ઉ)
શુક્ર વૃષભ રાશિથી દસમે ભાવે પસાર થશે. સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે. શાંતિ માટે કામ કરો. શાંતિની ઝંખના તીવ્ર બનાવે. સુખ સુવિધાઓમાં વધારો થાય. દેવું વધે તેવું પણ બને, સમજી વિચારીને કાર્ય કરવું. નહિં તો સામાજિક પ્રતિષ્ઠા ખરડાય તેવું પણ બને.

મિથુન રાશિ(ક,છ,ઘ)
મિથુન રાશિથી શુ્કર નવમે પસાર થશે. જેને કારણે તમારી મનોકામનાની પૂર્તિ થાય. પરિવારમાં છેલ્લાં કેટલાંક સમયથી ચાલી આવતો તણાવ દૂર થાય. શુભ થાય.

કર્ક રાશિ(ડ,હ)
કર્ક રાશિથી શુક્ર આઠમે પસાર થઈ રહ્યો છે. જેને કારણે તમારી આર્થિક સ્થિતિ વિશેષ રૂપે મજબૂત થશે. તમારી આવકના નવા સ્ત્રોત વિકસશે. જે ભવિષ્યની દ્રષ્ટિએ બહું જ સકારાત્મક નિવડશે.

સિંહ રાશિ(મ,ટ)
સિંહ રાશિથી  શુક્ર સાતમે પસાર થશે. આથી આ રાશિના વ્યક્તિને કોઈ વારસો મળે તેવી શક્યતાઓ છે. જો કે કોઈ કામ વિચાર્યા વગર કરવામાં આવે તો મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરિવારમાં શાંતિ અને સંયમ રાખો. જોશમાં આવીને હોંશ ન ખોવા, ઉતાવળ ન કરવા સલાહ આપવામા આવે છે.

કન્યા રાશિ(પ,ઠ,ણ)
શુક્ર કન્યા રાશિથી છઠ્ઠે પસાર થાય છે. તેના પરિણામે લગ્ન જીવનમાં કલહ વધે. બને ત્યાં સુધી શાંતિથી સમય પસાર કરવો. ઝગડાને કોઈ મોકો ન આપવો એ સલાહભર્યું છે. મિલકત સાથે જોડાયેલા પારિવારિક વિવાદો સામે આવી શકે છે. અથવા તો પ્રોપર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેવી સ્થિતિ સર્જાય. નોકરિયાત અને વેપારી લોકોએ જોખમ ઉઠાવવાથી સાવચેત રહેવું.

તુલા રાશિ(ર,ત)
શુક્ર તમારી રાશિનો સ્વામી છે અને તે તમારી રાશિથી પાંચમે ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન તમે નોકરી બદલવા ઈચ્છતા હોય તો તમારા માટે સારો સમય છે. કારણકે તમારી મનપસંદ નોકરી મળવાની પૂરી સંભાવના છે. વેપારમાં લાભ થશે અને દુશ્મનોની સામે તમારી જીત થશે.

વૃશ્રિક રાશિ(ન,ય)
તમારી રાશિથી ચોથે ભાવે શુક્રનું પસાર થવું એ જણાવે છે કે તમારા પ્રયત્નો સફળ નિવડશે. અચાનક વેપાર નોકરીમાં બદલાવ, ફાયદો મળે તેવી શક્યતા છે. વિદેશ યાત્રાનો પણ યોગ બની રહ્યો છે.

ધન રાશિ(ભ,ધ,ફ,ઢ)
તમારી રાશિથી શુક્ર ત્રીજે પસાર થશે. તેથી આ સમય તમારા માટે ફાયદા કારક નિવડે. પરિવારમાં પાછલા કેટલાંક મહિનાઓથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવે. ઘરના સભ્યો વચ્ચેનો મનમોટાવ દૂર થવાની શક્યતા છે.

મકર રાશિ( ખ, જ)
શુક્ર ગ્રહ તમારી રાશિથી બીજે પસાર થશે. તમારી રાશિને છોડીને તે આગળ જશે. જેને પરિણામે તમને વધારાની આવક થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં બઢતીની તકો મળી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને ઝગડાઓ થવાની સંભાવના છે.

કુંભ રાશિ(ગ, શ, સ)
ધન લાભની પૂરી સંભાવના છે. અનેક મહિનાથી બગડતા કામો હવે સુધરવા લાગે તેવી શક્યતાઓ રહેલી છે. જો કે આ સમયગાળામાં તમારે કોઈ ખાસ વ્યક્તિ સાથે અણબનાવ પણ થવાની શક્યતાઓ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પરિવર્તન કષ્ટ આપી શકે છે.

મીન રાશિ(દ,ચ,ઝ )
નોકરીમાં પરેશાનીઓ આવી શકે છે. વેપારમાં નુકસાન જવાની શક્યતાઓ છે. પરિવારના સભ્યો સાથે અણબનાવ પણ થઈ શકે છે. સાવધાની રાખવી સલાહભર્યું છે. કામકાજ સાથે તમારી વ્યસ્તતા પણ વધી શકે છે. આ કારણે નજીકના લોકો સાથે તમારા સંબંધ ખરાબ થઈ શકે છે.