Venus Transit in cancer effect 2019 and effects on other Zodiac Sign
  • Home
  • Astrology
  • 23 જુલાઈએ શુક્ર કરશે કર્ક રાશિમાં પ્રવેશ આ પાંચ રાશિઓની ખુલી જશે કિસ્મત

23 જુલાઈએ શુક્ર કરશે કર્ક રાશિમાં પ્રવેશ આ પાંચ રાશિઓની ખુલી જશે કિસ્મત

 | 3:38 pm IST

શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહનો સંબંધ વૈવાહિક અને રોમાટિંગ જીવન સાથે પણ છે. જો વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય તો આ ખુબજ શુભ ફળ આપે છે. શુક્ર એક રાશિમાં લગભગ 23 દિવસ સુધી રહે છે અને ત્યારબાદ આ બીજી રાશિમાં ભ્રમણ કરે છે. 23 જુલાઈ મંગળવારે બપોરે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 16 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ ગોચરથી તમામ રાશિઓ પર કેવો પડશે પ્રભાવ જાણીએ.

મેષ રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર ચોથા ભાવમાં થશે. નોકરી કરતા લોકોને ફાયદો થશે. સામાજિક કાર્યો અંગેની બાબતો માટે સાનુકૂળતા સર્જાય. નાણાભીડ હજી મૂંઝવતી લાગે. આરોગ્ય સચવાય. થોડું સંભાળીને રહેવુ.

વૃષભ રાશિ

આ રાશિનો સ્વામી સ્વયં શુક્ર છે અને શુક્રનું ગોચર તમારા ત્રીજા ભાવમાં હશે. આતમારા માટે ખુબજ શુભ માનવામાં આવે છે. મનની મુરાદોને બર આવતી જોઈ શકશો. સમય ભલે વધુ લાગે. પ્રવાસ-મિલન-મુલાકાત અંગે ઠીક.

મિથુન રાશિ

શુક્ર આ રાશિમાં બીજા ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા પરિવાર માટે ખુબજ શ્રેષ્ઠ છે. વધુ પડતાં સ્વપ્નસેવી બનવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર રહી ચાલશો તો લાભ છે.

કર્ક રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર લગ્ન ભાવને પ્રભાવિત કરશે. આ સમય તમારા માટે ખુબજ સારો છે. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો. આપની વધુ પડતી ઊંચી આકાંક્ષાઓ પાછળ દોડવા કરતાં નજીક દેખાતો લાભ લઈ લેવો સારો સમજો.

સિંહ રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર બારમાં ભાવે રહેશે. આ દરમિયાન લાલચ વધશે. સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે. કામકાજો અટક્યા હશે તો આગળ ધપાવી શકશો અને સ્વજન મિત્રોથી ગેરસમજો દૂર કરજો.

કન્યા રાશિ

શુક્રનું ગોચર તમારી રાશિમાં અગિયારમાં ભાવમાં થઈ રહ્યુ છે. આ તમારી નોકરી કે વેપાર પર અસર કરશે. અગણિત ચિંતાઓને નાથવા વધુ કાર્યશીલ રહેજો અને સ્વજનો-મિત્રોથી સમાધાન રાખજો. ખર્ચા વધતા જણાય.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે આથી આ ગોચરથી તમને ખુબજ ફાયદો થશે. આ રાશિમાં શુક્ર દશમાં ભાવમાં રહેશે. શુક્ર તમારા માટે લાભ અવસર વધારશે. તમારી કદર ભલે થતી ન જણાય, પરંતુ સૌને તમારો ખપ પડશે. વિવાદ અટકે. નાણાભીડ વર્તાય.

વૃશ્ચિક રાશિ

તમારી રાશિમાં શુક્રનું ગોચર નવમા ભાવમાં થશે. નોકરીમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. વૈવાહિક જીવન સારૂ રહેશે. જીવનસાથી સહયોગ આપશે.પ્રતિકૂળતાઓ ભરેલાં સંજોગોમાંથી માર્ગ મળતો જણાય. આશાઓને ફળીભૂત કરવા ધીરજ જરૂરી સમજવી.

ધન રાશિ

ધન રાશિનો સ્વામી ગુરૂ અને શુક્ર જે એક બીજા સાથે શત્રુતા રાખે છે. તમારા મહત્વનાં કામકાજો અંગે જરૂરી સંજોગો ઊભાં થાય અને પ્રગતિનો માર્ગ મોકળો થાય.

મકર રાશિ

આ રાશિનો સ્વામી શનિ છે. શનિ અને શુક્ર મિત્ર ગ્રહ છે. આ ગોચર તમારા વિવાહ જીવનમાં નવા પ્રાણ ભરી દેશે. ઊંચી મંજિલ કરતાં ટૂંકી મંજિલ વધુ જલદી મળે તેમ સમજી ચાલશો તો મહેનત લેખે લાગશે. સ્નેહીથી મિલન-મદદ.

કુંભ રાશિ

આપના માટે આ ગોચર છઠ્ઠા ભાવમાં થઈ રહ્યુ છે. ખરચાઓ વધશે, વિવાદથી બચવુ. વિષાદ-અશાંતિના વિચારોને દૂર કરી શકશો અને વધુ રચનાત્મક કાર્યોમાં મન પરોવી શકશો.

મીન રાશિ

આપના માટે આ ગોચર પાંચમા ભાવમાં થઈ રહ્યુ છે. કમાણીના સાધનો વધશે. આ ગોચર તમારા માટે સારા સમાચાર લઈને આવશે. સામાજિક કામકાજ પ્રવૃત્તિમાં સફળતા પ્રાપ્ત થાય. મનોરંજન. પ્રવાસ-મુલાકાતો અંગે સાનુકૂળતા વર્તાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન