Venus transit in Gemini these seven signs get benefit know prediction
  • Home
  • Astrology
  • શુક્રનું થયુ રાશિ પરિવર્તન આ સાત રાશિને થશે જબરદસ્ત આર્થિક ફાયદો

શુક્રનું થયુ રાશિ પરિવર્તન આ સાત રાશિને થશે જબરદસ્ત આર્થિક ફાયદો

 | 3:13 pm IST

શુક્ર ગ્રહ આજે મિથુન રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. 1 સપ્ટેમ્બર સુધી શુક્ર આ જ રાશિમાં સ્થિર રહેશે. જ્યોતિષમાં શુક્રને ધન-વૈભવ, કામુક, સૌંદર્ય, કળા તેમજ સમસ્ત પ્રકારના ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે. શુક્રનું મિથુન રાશિમાં આવવાથી આ સાત રાશિઓ માટે ખુબજ સારા પરિણામ લાવશે. આઓ જાણીએ શુક્રના આ રાશિ પરિવર્તનની કઇ રાશિ પર પડશે શુભ અસર.

મેષ રાશિ
તૃતીય ભાવમાં થઇ રહેલો આ યોગ આર્થિક પક્ષ મજબુત કરશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કોઇ પર આંધળો વિશ્વાસ ન કરશો. લક્ષ્ય તરફ ગતિમાન થતા સફળતા

વૃષભ રાશિ
ધન ભાવમાં થઈ રહેલુ આ રાશિપરિવર્તન મકાનના યોગ રચે છે. સત્કાર્યો પણ કરશો તો યોગ્ય ફળ મળે. પ્રયત્નો કરશો તેમાં સફળતા પ્રાપ્ત થાય. ફસાયેલા નાણા મળશે.

મિથુન રાશિ
લાભસ્થાનમાં થઈ રહેલુ આ રાશિપરિવર્તન સંપત્તિમાં વૃદ્ધિ લાવશે. મનની સંપુર્ણ શાંતિ પ્રાપ્ત થઇ શકે છે. કલેશ કંકાસથી દુર રહેવુ

કર્ક રાશિ
રાશિના દશમ કર્મભાવમાં બની રહેલ આ ગ્રહયોગ શાસન અને સત્તાનું પૂર્ણ સુખ પ્રદાન કરશે. મિત્રોથી આપે સાવચેત રહેવાની જરુર. કોઇની સાથે વાદ વિવાદમાં ન પડવુ

સિંહ રાશિ
તમારી રાશિમાં ભાગ્યભાવમાં થઈ રહેલ આ ગોચર ધર્મ-કર્મના મામલે તમારી રૂચી વધારશે. ભાગ્યનો સાથ મળે જો કે પ્રયત્નોમાં મુશ્કેલી સર્જાય. જે કોઇ મહેનત કરો છો ત્યાં રુકાવટ આવે. ઉધારીથી બચતા રહેવુ

કન્યા રાશિ
રાશિના સપ્તમભાવમાં બનનાર આ ત્રણ ગ્રહોનો સંયોગ તમારા વેપાર અને નોકરી ધંધામા પ્રગતિ કરાવશે. સંતાનોથી કટુવાક્યો સાંભળવા મળે

ધન રાશિ
રાશિના પંચમભાવમાં શુક્રનું ગોચર સંતાન સંબંધી મુશ્કેલીઓ દુર કરશે. માનસિક રીતે પરેશાની વેઠવી પડે

આ વીડિયો જુઓ: અરવલ્લીના રક્ષેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન