Venus transit in leo Watch Daily Horoscope 27th September 2020 Rashifal video
  • Home
  • Featured
  • શુક્ર સિંહ રાશિમાં કરશે પ્રવશે, જાણો કેવો રહેશે 12 રાશિના જાતકોનો આજનો દિવસ

શુક્ર સિંહ રાશિમાં કરશે પ્રવશે, જાણો કેવો રહેશે 12 રાશિના જાતકોનો આજનો દિવસ

 | 6:40 am IST

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

ચિંતાઓનાં વાદળ મન પરથી હટતાં જણાય. કાર્ય સફળતા અને લાભની તક સર્જાતી જોવા મળે. ખર્ચ વિવાદનો પ્રસંગ.

વૃષભ

માનસિક દ્વંદ્વો અને દ્વિધાઓમાંથી બહાર આવી શકશો. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો.

મિથુન

આપના અગત્યનાં કામકાજોને આગળ ધપાવી શકશો. પ્રવાસ. મિલન-મુલાકાતનો દિવસ રહે. ટેન્શન હળવું બનતું લાગે.

કર્ક

શાંતિ અને સ્વસ્થતા ધારણ કરીને આપ મુશ્કેેલ કાર્ય પણ સફળ બનાવી શકશો. ચિંતા-ભયથી મુક્તિ મળે.

સિંહ

લાભદાયી કાર્યરચનાઓનું આયોજન કરી શકશો. કોઈના ભરોસેં રહેવું નહીં. પ્રવાસ-પર્યટન અંગે સાનુકૂળ તક.

કન્યા

આપના મનની મુરાદ મનમાં રહી જતી લાગે. પ્રયત્નો અને ધીરજ જોઈશે. સ્નેહી-સ્વજનનો સહકાર મેળવી શકશો.

તુલા

અવરોધને પાર કરી શકશો. કોઈ મહત્ત્વની તક ઉપયોગી જણાય. મુલાકાત ફળે.

વૃશ્વિક

ગૃહજીવનમાં સંવાદિતા સર્જવા પ્રયત્ન કરજો. ખર્ચનો પ્રસંગ. તબિયત જળવાય.

ધન

માનસિક તણાવ દૂર થાય. નોકરી-ધંધા માટે સાનુકૂળ તક સર્જાય. શત્રુથી સાવધાન.

મકર

મૂંઝવણ કે સમસ્યાનો હલ મળી રહેતો જણાય. નાણાકીય સમતુલા રાખજો.

કુંભ

વાદ-વિવાદથી દૂર રહેજો. વ્યાવસાયિક કાર્ય સફળ બને. સ્નેહીથી મિલન-મુલાકાત.

મીન

આપના વ્યવસાયિક પ્રશ્નોેની ચિંતા ઉકેલી શકશો. સામાજિક પ્રસંગથી આનંદ. પ્રવાસ સફળ નીવડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન