શુક્ર ગ્રહનું મીન રાશીમાં ભ્રમણ થવાથી આ રાશિઓને થશે લાભ - Sandesh
  • Home
  • Astrology
  • શુક્ર ગ્રહનું મીન રાશીમાં ભ્રમણ થવાથી આ રાશિઓને થશે લાભ

શુક્ર ગ્રહનું મીન રાશીમાં ભ્રમણ થવાથી આ રાશિઓને થશે લાભ

 | 2:26 pm IST

આજે ઘૂળેટીના દિવસે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. શાસ્ત્રોના અનુસાર, શુક્રને પ્રેમ, ભોતિક, લગ્ન જીવનમાં સુખનો કારક માનવામાં આવે છે. ઘૂળેટીના દિવસે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે અને 26 માર્ચ સુધી ભ્રમણ કરશે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચ ભાવમાં છે એટલા માટે મીન રાશિના જાતકો પર શુક્રના પ્રવેશથી સારો પ્રભાવ પડશે.

મેષ :

મેષ રાશિના જાતકો માટે શુક્રનું મીન રાશિમાં પ્રવેશથી બહુ ફાયદો થશે. આ દરમિયાન તમારા જીવનસાથી સારો સમય પસાર કરી શકશો. ખુશીની આ માહોલમાં તમે તમારા મિત્રો, પરિવારના લોકોની સાથે બહાર જવાનું થઈ શકે છે. તેમજ ખર્ચ વધશે.

વૃષભ :

વૃષભ રાશિના જાતકો માટે આ સારો યોગ છે. તમારા આયુષ્ય અને સામાજીક માન-સન્માનમાં વધારો થશે. સામાજીક કાર્યો વધશે. તેમજ તમારી બધી મનોકામનાઓ પુરી થશે.

મિથુન :

હોળી પર શુક્રના આ પ્રવેશથી સામાન્ય ફાયદો થશે, આ દરમિયાન તમારા પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સારા અને ખરાબ અનુભવ થઈ શકે છે. જો કે, નોકરી શોધતા લોકો માટે આ સમય બહુ લાભકારી છે.

કર્ક :

કર્ક રાશિના જાતકો માટે આ પ્રવેશથી ફાયદો થશે. ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. તેમજ ઓફિસમાં બધાની સાથે બગડેલા સંબંધો સુધરશે.

સિંહ :

હોળી પર શુક્રનું ભ્રમણ થવાથી આ રાશિના જાતકોને બહુ ફાયદો નહીં થાય. આ રાશિના લોકોએ આ સમય પર પોતાના ક્રોધને કાબુમાં રાખવો. કોઈ પણ મુશ્કેલીમાં માનસિક સંતુલન જાળવી રાખવું.

કન્યા :

કન્યા રાશિના જાતકો માટે આ ભ્રમણથી સામાન્ય ફાયદો થશે. પોતાના પાર્ટનરને ખુશ રાખના માટે વાંરવાંર પ્રેમને અભિવ્યક્ત કરવો. વિવાદોથી દૂર રહેવું અને કોઈએ ભૂલ કરી હોય તો તેને માફી આપી દેવી. અન્યથા તમારી સમસ્યા વધી શકે છે.

તુલા :

તુલા રાશિના જાતકો માટે આ સમય બહુ લાભકારી છે. પોતાના પાર્ટનરની સાથે અણબનાવ થઈ શકે છે. તેમજ કોર્ટ કચેરી જેવા કાનૂની વિવાદો ઉભા થઈ શકે છે.

વૃશ્ચિક :

પ્રેમ સંબંધો માટે વૃશ્ચિક રાશિના જાતકો માટે એકદમ શુભ સમય રહેશે. તમારા સંબંધોમાં એકબીજા પ્રત્યે લગાવ વધશે. તેમજ વિદ્યા અભ્યાસમાં પણ લાભ થશે. તેમજ વિદેશ જવાના યોગ બનશે. ઓફિસમાં પણ પ્રમોશમ મળશે

ધન :

ધન રાશિના જાતકો માટે આ સમય સામાન્ય રહેશે. ઘરમાં મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું અને વિવાદથી દૂર રહેવું. તેમજ અગત્યના નિર્ણયો લેવાથી દૂર રહેવું.

મકર :

પ્રોફેશનલ લાઈફ માટે આ રાશિના જાતકોને લાભ થશે. ઓફિસમાં તમારું ધાર્યું કામ કરશે. તેમજ બિઝનેસમાં પણ સફળતા મળશે. તેમજ ઓફિસમાં સાથે કામ કરતી વ્યકિત સાથે નિર્ભર ના રહેવું જોઈએ.

કુંભ :

તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થશે. શુક્રનું આ ગોચર કુંભ રાશિ માટે ફાયદાકારક રહેશે. જો પ્રોપર્ટી અને બિઝનસે સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મળશે. પરિવારનો સભ્યોની સાથે વિવાદથી દૂર રહેવું.

મીન :

શુક્રનું મીન રાશિમાં ગોચર થવાથી તમારું સ્વાસ્થય સારું રહેશે. પાર્ટનરથી સાથે સંબંધો વધુ મજબૂત બનશે. તેમજ નોકરીમાં પ્રમોશન મળશે.