વેરાવળઃ NRI વેપારીના ઘર ઉપર થયું ફાયરિંગ, પરિવાર ભયભીત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વેરાવળઃ NRI વેપારીના ઘર ઉપર થયું ફાયરિંગ, પરિવાર ભયભીત

વેરાવળઃ NRI વેપારીના ઘર ઉપર થયું ફાયરિંગ, પરિવાર ભયભીત

 | 2:22 pm IST

ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં દુબઇના એનઆરઆઈ વેપારીના ઘરમાં ફાયરિંગ થયું હોવાની ઘટના બની છે. 8 દિવસ પહેલા ત્રણ કરોડ ખંડણી ઇમરાન ચીપા નામના વ્યક્તિએ માંગી હતી. એનઆરઆઈ વેપારી ના ઘરે ફાયરિંગ થયા ની જાણ પોલીસને મળતા પોલીસ કાફલો જબર ચોક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે એનઆરઆઈ વેપારીની સુરક્ષાએ માટે બે પોલીસ કર્મી તેનાત કરી દીધા છે.

મળતી માહિતી પ્રમાણે વેરાવળના જબ્બાર ચોક વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ મકલાઈ નામના એનઆરઆઈ વેપારીના ઘરે સોમવારે વહેલી સવારે 5 કલાકે ઇમરાન ચીપા નામના વ્યક્તિએ ફાયરિંગ કરતા ખળભળાટ મચ્યો છે. ફારૂકભાઈના ઘરની બહાર પાર્ક કરાયેલા બાઈક પર ચઢી બારીમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંદૂકની ગોળી બારીના કાચ ચીરી ફારૂકભાઈના મકાનની સિડીમાં ટકરાઈ હતી. જોકે કોઈ જાનહાની થઈ નથી પરંતુ એનઆરઆઈ પરિવાર ભયભીત બન્યો છે.

કયા કારણે થયું ફાયરિંગ !
મૂળ વેરાવળના અને હાલ દુબઇમાં બિઝનેશ કરતા એનઆરઆઈ વેપારી એવા ફારૂકભાઈ મકલાય છેલ્લા થોડા દિવસોથી માદરે વતન વેરાવળ આવ્યા છે. જેઓને 8 દિવસ પહેલા રસ્તા વચ્ચે રોકાવી ઇકબાલ છીપા અને અન્ય બે સખ્શોએ પિસ્તોલ બતાવી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી મામલે એનઆરઆઈ ફારૂકભાઈએ ઇકબાલ છીપા અને તેની સાથે આવેલા બે સખ્શો વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી ના કહેવા મુજબ ઇકબાલ છીપા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે ફાયરિંગ કરવા પાછળનું કારણ ખંડણીની રકમ મામલે એનઆરઆઈ વેપારીને ડરાવવાનો પ્રયત્ન થયો છે.