વેરાવળઃ હોસ્પિટલના સંચાલકે અડધી રાતે નર્સને બોલાવી સ્પેશિયલ રૂમમાં અને પછી..... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વેરાવળઃ હોસ્પિટલના સંચાલકે અડધી રાતે નર્સને બોલાવી સ્પેશિયલ રૂમમાં અને પછી…..

વેરાવળઃ હોસ્પિટલના સંચાલકે અડધી રાતે નર્સને બોલાવી સ્પેશિયલ રૂમમાં અને પછી…..

 | 10:12 am IST

વેરાવળના બસ સ્ટેશન રોડ પર કાવેરી હોટલ પાછળ આવેલી રોકડીયા મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં તા.૧૪ની રાત્રે ત્રણ કલાકે નાઇટ ડ્યુટીમાં કામ કરતી સ્ટાફ નર્સને સચાલક સુધીર રોકડીયાએ સ્પેશિયલ રૃમમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા યુવતીએ તેને ધકકો મારી નાસી જઇ પોતાની જાતને બચાવી હતી.

બાદલમાં હોસ્પિટલ સ્ટાફને વાત કરતા ફરજ પરના તેમની જ્ઞાતિના ડોક્ટરે તેમને ઘરે લઇ જઇ સવારે તાલાલા માલજીંજવા તેમના ઘરે પહોંચાડી હતી. બાદમાં તેના પરીવારજનોને જાણ થતા રવિવારે વિધીવત રીતે પોલીસમં ફરિયાદ કરતા શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે. વેરાવળની આ ખાનગી હોસ્પિટલમાં બનાવથી સુધીર રોકડીયા પર રોષ અને ફીટકારની લાગણી પ્રસરી ગઇ છે. તેમજ સાધુ બાવાજી સમાજના લોકો દ્વારા પોલીસ તટસ્થ રીતે પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.

વેરાવળમાં ગઇકાલે બસ સ્ટેશન રોડ પર આવેલી રોકડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનાં મુખ્ય સંચાલક સુધીર રોકડીયા દ્વારા હોસ્પિટલમાં નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતી ગરીબ ધરની તાલાલાના માલજીંજવાની યુવતી પર દુષ્કર્મના પ્રયાસ કર્યા બાદ યુવતીના ભાઇએ ફોન કરી સુધીર રોકડીયા સાથેની વાતચીત કરી હતી જેનો ઓડીયો વાઇરલ થઇ ગયો હતો. જેના પગલે સુધીર રોકડીયા પર ફીટકારની લાગણી વરસી રહી છે. યુવતી અને તેના પરીવારજનોએ રવિવારે વેરાવળ પોલીસ સ્ટેશને આવી વિધીવત ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૧૪ના રોજ રાત્રે ૮ કલાકે નાઇટ ડ્યુટીમાં હાજર થઇ ત્યારે બીજા ડોક્ટર તથા સ્ટાફ નર્સ પણ હાજર હતા. રાત્રે ૨ કલાકે આરએમએસ હોસ્પિટલના મુખ્ય સંચાલક સુધીર રોકડીયાએ આવી મને જનરલ વોર્ડમાં આવવા જણાવતા ત્રીજા માળે આવેલ જનરલ વોર્ડમાં ગયેલા હતા જ્યાં પણ ડોક્ટર તથા સ્ટાફ નર્સ હાજર હતા. રાત્રે ૩ કલાકે સુધીર રોકડીયાએ આ યુવતીને સ્પેશિયલરૃમમાં આવવા જણાવતા બીજી એક નર્સ સાથે ત્યાં ગઇ હતી. સ્પેશિયલ રૃમમાં કોઇ દર્દી હાજર ન હતા અને બીજી સાથે રહેલ નર્સને તારૃ કામ નથી તેમ જણાવી સુધીર રોકડીયાએ નીચે જાવાનું જણાવ્યુ હતું. બાદમાં યુવતીને અંદર બોલાવી અંદરથી દરવાજો સ્ટોપર બંધ કરી દઇ તુ મને પસંદ છે તેમ કહી યુવતી સાથે શારીરિક અડપલા કરવા લાગેલ હતો.

જેથી યુવતીએ આ શુ કરો છો તેમ કહી ધક્કો મારી સ્ટોપર ખોલવા જતા તેનો હાથ પકડી એક હાથ ગળે હાથ રાખી ગળુ દબાવતા આટલી વાર લાગશે તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને બેડ પર ધક્કો મારતા અને ફરીથી શારીરિક અડપલા કરવા જતા તેમાં સુધીરનો પગ લપસતા આ તકનો લાભ લઇ યુવતી પોતાની જાતને બચાવી સ્ટોપર ખોલી બહાર આવી જવામાં સફળ થઇ હતી. બાદમાં હાજર ડોક્ટર તથા સ્ટાફને વાત કરતા આરએમએસ હોસ્પિટલનાં મુખ્ય ડોક્ટર તરીકે ફરજ બજાવતા યુવતીની જ્ઞાતિનાને જ વાત કરતા ગભરાઇ ગયેલી યુવતીને સાંત્વના આપી તારા માતા પિતાને જાણ કરી આગળની કાર્યવાહી કરવા જણાવતા પોતે માલજીંજવા રહેતી હોય રાત્રે કઇ રીતે વાત કરૃ તેમ જણાવતા ડોક્ટરે માનવતા દાખવી પોતાના ઘરે તેમની પત્ની અને પુત્રી પાસે ઘરે આશરો આપ્યો હતો. જે બીજા દિવસે સવારે માલજીંજવા પોતાના ઘરે જઇ માતા-પિતાને વાત કરી હતી.

વાત સાંભળી માતા પિતા પણ હતપ્રભ થઇ ગયા હતા. રવિવારે વિધીવત રીતે વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ વિધીવત ફરિયાદ નોંધાવતા પોલીસે ૪૫૪(એ)(૧),૩૪૨,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી વેરાવળ બાવાજી સમાજમાં પણ ડોક્ટર ઉપર રોષ ઠાલવી પોલીસ વ્હેલી તકે આરોપીનેઝડપી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. હાલ તો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સુધીર રોકડીયા પર રોષ સાથે ફીટકારની લાગણી પ્રસરી રહી છે. સુધીર રોકડીયાએ સ્ટાફ તેમજ તેના અંગત અને કહેવાતા મિત્રો સાથે મળી સમાધાનના તમામ પ્રયત્નો માટે ધમપછાડા કરેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન