Very Beautiful MP Navneet Kaur Rana look Like Bollywood Actress
  • Home
  • Photo Gallery
  • બોલિવૂડની ભલભલી અભિનેત્રીને પણ ટક્કર મારે તેવા રૂપરૂપનો અંબાર છે આ મહિલા સાંસદ

બોલિવૂડની ભલભલી અભિનેત્રીને પણ ટક્કર મારે તેવા રૂપરૂપનો અંબાર છે આ મહિલા સાંસદ

 | 9:16 pm IST

અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણા તેમના ભાષણો કરતા વધારે તેમની સુંદરતાને લઈને ભારે લોકપ્રિય છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નવનીત કૌર રાણા મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રવિ રાણાના પત્ની છે. બંનેએ એક સામૂહિક વિવાહ સમારોહમાં લગ્ન કર્યા હતાં. જેની ચારે બાજુ ચર્ચા થઈ હતી. 34 વર્ષની અભિનેત્રી અને અપક્ષ ઉમેદવાર નવનીતે શિવસેના નેતા અને બે વારના સાંસદ આનંદરાવ અડસૂલને 36,000થી વધુ મતોથી હરાવ્યા હતાં. તેમના વ્યાપક પ્રચાર અને ગ્રામીણ મતદાતાઓ સાથે જોડાણના કારણે તેમને આ ચૂંટણીમાં જીત મળી હતી. જેણે શિવસેનાનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. 34 વર્ષની અભિનેત્રી અને અપક્ષ ઉમેદવાર નવનીતે શિવસેના નેતા અને બે વારના સાંસદ આનંદરાવ અડસૂલને 36,000થી વધુ મતોથી હરાવ્યા હતાં. લગ્ન બાદ જ વર્ષ 2011માં નવનીત કૌરે ફિલ્મી સફરને હંમેશા માટે અલવિદા કરી દીધી. તેમણે ફિલ્મ છોડીને રાજકારણમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. નવનીત રાણા ઘણા સમયથી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતા હતા. તેમનો ચહેરો પણ સાઉથની ફિલ્મોમાં ખુબ જાણીતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન