Very tasty pickle of mango and gunda made in easy stap
  • Home
  • Featured
  • કેરી અને ગુંદાનું ખુબજ સ્વાદિષ્ટ અથાણું, પરંપરાગત સ્વાદવાળુ ખાતા ધરાશો નહી

કેરી અને ગુંદાનું ખુબજ સ્વાદિષ્ટ અથાણું, પરંપરાગત સ્વાદવાળુ ખાતા ધરાશો નહી

 | 11:57 am IST

આપણે ત્યાં આ સિઝનમાં અથાણા બનાવવાની વર્ષોથી પરંપરા છે. જમવાની સાથે પાપડ, અથાણું, સલાડ અને છાશ હોય તો જ આપણું ભોજન પરફેક્ટ બને છે. કેટલીક વાર શાકભાજી ન મળે ત્યારે આ અથાણા ખુબજ કામમાં આવે છે. આપણે ત્યાં કેરીનું ગળ્યું, ખાટુ તીખુ, મચરા, હળદર, ડાલા ગરમર, ચુંદો, ચણા મેથી તેમજ ગોળકેરી અને ગુંદાકેરીના અવનવા અથાણા બનાવવામાં આવે છે.

આ અથાણાને તમે આખુ વર્ષ સંભાળી શકો છો અને તે ઉપયોગમાં લઈ શકો છો તો આજે આપણે ખુબજ સ્વાદિષ્ટ ગુંદા-કેરીનું અથાણું બનાવીશુ.

ગુંદા-કેરીનું અથાણું બનાવવા જોશે સામગ્રી
500 ગ્રામ ગુંદા,
250 ગ્રામ કાચી કેરી,
200 ગ્રામ અથાણાંનો મસાલો,
150 ગ્રામ તેલ,
હિંગ એક ચપટી,
લીંબુનો રસ,
1 ચમચી હળદર,
મીઠું સ્વાદ અનુસાર

ગુંદા-કેરીનું અથાણું બનાવવાની રીત
ગુંદાને ધોઈને બરાબર કોરા કરી લેવા. ગુંદામાં એક સાઈડથી કાપો મુકવો અને ઠળિયો કાઢી લેવો. આવી રીતે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લેવા. હવે એક વાસણમાં લીંબુનો રસ, હળદર, ૧ ચમચી મીઠું અને ૧/૪ કપ પાણી મીક્ષ કરો. જો તમારી પાસે કેરીનું પાણી હોઈ તો ગુંદાને તેનાથી જ સાફ કરી લો ચિકાશ છોડી દેશે.

કેરીની છાલ ઉતારી લો અને તેને છીણી લો. એક વાસણમાં છીણેલી કેરી અથાણાંનો મસાલો અને જરૂર પૂરતું મીઠું મીક્ષ કરો. આ મસાલાને ગુંદામાં ભરી લો અને વધેલો મસાલો ઉપરથી ગુંદા માં મીક્ષ કરો. હવે એક વાસણમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં હિંગ ઉમેરો. 

આ તેલ ઠંડુ થઇ જાય પછી ગુંદાના અથાણામાં ઉમેરી દો. અથાણું ઢાંકી ને ૩-૪ દિવસ રહેવા દો. દિવસમાં એક બે વાર હલાવો. તૈયાર છે ગુંદાનું અથાણું.

આ વીડિયો જુઓ: કોર્ન એન્ડ વેજ સૂપ વિથ સેલાન્ત્રો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન