taarak mehta ka ooltah chashma dinyar contractor dies
  • Home
  • Entertainment
  • Bollywood
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાંં આ એક્ટરનું નિધન, મોદીએ શોક વ્યક્ત કર્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાંં આ એક્ટરનું નિધન, મોદીએ શોક વ્યક્ત કર્યો

 | 12:58 pm IST

પ્રખ્યાત એક્ટર દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થયુ છે. તે 79 વર્ષની ઉમરે વધતી જતી ઉમરનાં કારણે તકલીફોને લઈને પરેશાન હતા. તેમણે બુધવારે છેલ્લા શ્વાસ લીધા. બુધવારે એટલે કે આજે તેનાં અંતિમ સંસ્કાર બપોરે સાડા ત્રણ વાગ્યે કરવામાં આવશે.

એનાં કરૂણ મોત પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક ફોટો શેર કરીને ટ્વિટ કર્યું કે પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે. તેમની એક્ટિંગના કારણે કેટલાય ચહેરા પણ સ્માઈલ આવી છે. પછી ભલે તે ટીવી હોય કે થિયેટર હોય. તેમનાં નિધનની વાત સાંભળીને દુખ થયું. તેમના પરિવાર અને ફેન્સ સાથે મારી સંવેદના છે.

કેટલીય હિટ ફિલ્મોમાં એ કામ કરી ચૂક્યાં છે તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ એ રોલ અદા કરી ચૂક્યાં છે. તે મોટા ભાગે ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન