Veteran actress Rita Bhaduri dies at 62
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કિડની ખરાબ થવાથી પ્રખ્યાત ટીવી અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન, બપોરે અંતિમ સંસ્કાર

કિડની ખરાબ થવાથી પ્રખ્યાત ટીવી અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન, બપોરે અંતિમ સંસ્કાર

 | 9:14 am IST

ટીવી શો ‘નિમકી મુખિયા’માં ઇમરતી દેવીનો અભિનય ભજવનાર રીટા ભાદુરીના નિધનથી ઇન્ડસ્ટ્રીઝમાં શોક છવાયો છે. રીટા ટીવી ઇન્ડસ્ટ્રીઝ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો રહ્યાં છે. રીટાના નિધનની માહિતી સીનિયર એકટર શિશિર શર્માએ ટ્વીટ કરીને આપી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એક સમયે રીટા ભાદુરીનો ડંકો વાગતો હતો. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મો માટે કામ કર્યું છે.

તેમણે લખ્યું ઘણા દુખની સાથે હું એ વાતની માહિતી આપી રહ્યુો છું કે રીટા ભાદુરી આપણી વચ્ચે રહ્યા નથી. તેમના અંતિમ સંસ્કાર 17 જુલાઇના રોજ બપોરે 12 વાગ્યે અંધેરી ઇસ્ટ, મુંબઇમાં થશે. અમારા બધા માટે તે મા સમાન હતા. તેમને ખૂબ યાદ કરીશું.

રિપોર્ટસના મતે છેલ્લાં કેટલાંક દિવસથી રીટા ભાદુકીની તબિયત સારી નહોતી. તેમને કીડનીમાં સમસ્યા આવી હતી, તેના લીધે તેમને દર બીજા દિવસે ડાયલિસિસ માટે લઇ જવા પડતા હતા. ખરાબ તબિયત છતાંય રીટા પોતાનું શુટિંગ પૂરું કરી રહ્યાં હતા. જ્યારે પણ તેમને ખાલી સમય મળે તો તેઓ સેટ પર જ આરામ કરતાં હતા.

રાટીના કામ પ્રત્યેની લગન જોઇને જ નિમકી મુખ્યાના શુટિંગનું શેડ્યુલ તેમની તબિયત પ્રમાણે જ નક્કી કરાતું હતું. રીટાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે વૃદ્ધાવસ્થાની બીમારીઓના ડરથી શું કામ કરાવનું છોડી દેવું. મને કામ કરવું અને વ્યસ્ત રહેવું પસંદ છે. મને દરેક સમયે મારી ખરાબ તબિયત અંગે વિચારવાનું પસંદ નથી, આથી હું પોતાને વ્યસ્ત રાખું છું. હું નસીબદાર છું કે મને આટલો સપોર્ટિવ અને સમજનાર કાસ્ટ અને ક્રૂની સાથે કામ કરવાની તક મળી છે. આવા લોકોની સાથે કામ કરવાની તક મારા માટે ખૂબ જ શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરે છે. આપને જણાવી દઇએ કે શો ‘નિમકી મુખિયા’ને ખૂબ જ પસંદ કરાઇ રહી હતી.

ટીવી શો સાર ભાઇ વર્સીસ સારા ભાઇ, અમાનત, એક નઇ પહેચાન અને બાઇબલની કહાનિયામાં નજર આવેલ રીટા ભાદુડીએ ડઝનબંધ ફિલ્મોમાં અગત્યના પાત્રો ભજવ્યા છે.