Veteran actress Vidya Sinha suffering from lung and heart ailments
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડ માટે કાળા સમાચાર: જાણીતી અભિનેત્રીની હાલત ખુબ ગંભીર, હોસ્પિટલ ખસેડાઈ

બોલિવૂડ માટે કાળા સમાચાર: જાણીતી અભિનેત્રીની હાલત ખુબ ગંભીર, હોસ્પિટલ ખસેડાઈ

 | 2:39 pm IST

બોલિવૂડને હાલ તો ઘણા સમયથી કોઈ અને કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળે છે એવામાં વધુ એક અભિનેત્રી ગંભીર રીતે બિમાર પડી છે. અભિનેત્રી વિદ્યા સિંહા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેને ગંભીર હાલતમાં મુંબઈની ક્રિટિકેયર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે તે વેન્ટિલેટર પર છે. આ હોસ્પિટલ મુંબઈના જૂહુમાં આવેલ છે.

હાલ તો વિદ્યાનાં ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે વિદ્યા સિન્હા ટૂંક સમયમાં જ સ્વસ્થ થઈને પરત ઘરે ફરશે. જોકે તેની તબિયતને લઈને સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ મીડિયા અહેવાલ અનુસાર તેઓ હૃદય અને ફેફસા સાથે જોડાયેલી બીમારીથી પરેશાન છે. ફેફસા સાથે જોડાયેલી સમસ્યા તેમને ઘણા વર્ષ પહેલા થઈ હતી પરંતુ આ વખતે તે વધી ગઈ છે.

એક રિપોર્ટમાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કહ્યું કે વિદ્યાને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ આ માટે તેના સંબંધીઓ સહમત થયા નથી. વિદ્યા સિન્હાના કામની વાત કરીએ તો તે રજનીગંધા, તુમ્હારે લિયે, છોટી સી બાત, મુક્તિ, ઈનકાર, સ્વયંવર, મગરુર અને સફેદ જૂઠ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

આ વીડિયો પણ જુઓ: ભાઇ બહેનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બહેન કમર શેખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન