veteran bengali actor former trinamool congress mp tapas pal died
  • Home
  • Entertainment
  • Bollywood
  • મમતાના નેતા અને બોલિવૂડના અભિનેતાને આવ્યો એટેક, માધુરીના ‘હીરો’એ દુનિયા છોડી દીધી

મમતાના નેતા અને બોલિવૂડના અભિનેતાને આવ્યો એટેક, માધુરીના ‘હીરો’એ દુનિયા છોડી દીધી

 | 11:50 am IST

બંગાળી અભિનેતા અને તૃણમુલ કોંગ્રેસના ભૂતપુર્વ સાંસદ તાપસ પાલનું મંગળવારે હાર્ટ એટેલથી મોત થયું છે. તે પોતાની દીકરીને મળવા માટે મુંબઈ ગયો હતો. જ્યારે તે કોલકત્તા પરત આવવા માટે એરપોર્ટ પર ગયા તો તેને પેટમાં દુખવા લાગ્યું. ત્યારબાદ તેને નજીકની જુહુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં રાત્રે 4 વાગ્યે તેણે છેલ્લા શ્વાસ લીધા.

એક વેબ પોર્ટલમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર તેને હૃદય સંબંધિત બિમારી પહેલાથી જ હતી અને તે આ જ વસ્તુને લઈ બે વર્ષમાં ઘણી વાર દવાખાને જઈ આવ્યા છે. બંગાળી એક્ટર રંજીત મૌલિકએ પોલના નિધન પર કહ્યું કે, મને હાલમાં જ એના વિશે ખબર પડી છે. હા, એની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી નહોતી.

પશ્ચિમ બંગાળના ચંદ્રનગરમાં જન્મેલા તાપસે હુગલી મોહસીન કોલેજમાંથી બાયો સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. 1980માં તેણે તરુણ મઝુમદારની બંગાળી ફિલ્મ દાદર કીર્તિથી કારર્કિદીની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેની સાથે મધુ રોય ચૌધરી, દેવર્ષી રોય અને સંધ્યા રોય પણ હતાં.

બંગાળી સિનેમામાં ચાર વર્ષ કામ કર્યા પછી તાપસે તેની પહેલી હિન્દી ફિલ્મ અબોધ બનાવી. આ ફિલ્મમાં તેની સાથે માધુરી દીક્ષિતે પણ કામ કર્યું હતું. અને આ જ ફિલ્મથી જ માધુરીનું બોલિવૂડ ડેબ્યૂ હતું. ઉલ્લેખનીય છે કે, 30 વર્ષથી સિનેમામાં કામ કરતાં તાપસે લગભગ બધા જ દિગ્ગજ સાથે કામ કરી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન