બોરસદઃ ભેંસની સારવાર કરવા આવેલા ડોક્ટરે મહિલા સાથે કરી ‘ગંદી’ હરકત - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બોરસદઃ ભેંસની સારવાર કરવા આવેલા ડોક્ટરે મહિલા સાથે કરી ‘ગંદી’ હરકત

બોરસદઃ ભેંસની સારવાર કરવા આવેલા ડોક્ટરે મહિલા સાથે કરી ‘ગંદી’ હરકત

 | 8:06 pm IST

બોરસદ તાલુકાના દાવોલમાં ભેંસની સારવાર કરવા ગયેલા વેટરનરી ડોક્ટરે મહિલાને બોટલ ઉંચો રાખવાનું જણાવી હાથ ઉંચો કરતા શારિરીક અડપલા કરી છેડતી કરી કોઈપણ ફરિયાદ કરીશ તો પશુધન સિવાયના કરી દેવાની ધમકીઓ આપતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે મહિલાએ બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોરસદ તાલુકાના દાવોલમાં રહેતી એક મહિલાની ભેંસ બિમાર હોઈ તેણીએ વેટરનરી તબીબનો સંપર્ક કરતા અમૂલ ડેરી વેટરનરીના ડોક્ટર આર.એસ.સોલંકી ગત ૩૦મી ડિસેમ્બરના રોજ સવારના નવ વાગ્યાના સુમારે દાવોલ ગયા હતા અને ભેંસની સારવાર કરી રહ્યા હતા તે વખતે ડો.સોલંકીએ ભેંસને બોટલ ચઢાવી મહિલાને હાથ ઉંચો કરી બોટલ રાખવાનું જણાવતા મહિલાએ હાથ ઉંચો કરી બોટલ પકડી રાખ્યો હતો.આ તકનો લાભ લઈ ડો.સોલંકીએ મહિલાના શરીરના ભાગોને સ્પર્શ કરી ચેડાં કરી શારિરીક અડપલા કરવાનું શરૃ કર્યુ હતું.

જેથી મહિલાએ પ્રતિકાર કરતા ડો.સોલંકીએ કોઈપણ જાતની ફરિયાદ કરીશ તો ભવિષ્યમાં સમય મળે પશુધન સિવાયના કરી દઈશ તેવી ધમકીઓ આપી બિભત્સ ગાળો બોલી હતી.આ બનાવથી ગભરાયેલી મહિલાએ પોતાના પરિવારજનોને સઘળી હકિકત જણાવતા આજરોજ તેઓ બોરસદ શહેર પોલીસ મથકે દોડી ગયા હતા જ્યાં પોલીસે મહિલાની ફરિયાદના આધારે ડો.આર.એસ.સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.