વિહિપના કેન્દ્રીય મંત્રી મહાવીરજીનું રાજીનામું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વિહિપના કેન્દ્રીય મંત્રી મહાવીરજીનું રાજીનામું

વિહિપના કેન્દ્રીય મંત્રી મહાવીરજીનું રાજીનામું

 | 3:01 pm IST

વિશ્વ હિંદૂ પરિષદના વડા તરીકે પ્રવિણ તોગડિયાએ રાજીનામું ધરી દીધાં બાદ, તેમના સમર્થનમાં રાજીનામા આપવાનો સીલસીલો જે ચાલુ થયો છે તે અંતગર્ત સોમવારે પણ કેટલાંક રાજીનામાં પડ્યા હતા. જેમાં વિશ્વ હિંદૂ પરિષદના કેન્દ્રીય મંત્રી મહાવીરજીએ સોમવારે રાજીનામું ધરી દીધું હતું. સંઘ પ્રચારક અને વિહિપના કેન્દ્રીય મંત્રીના રાજીનામાથી વિહિપ સહિતની શાખાઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

ડૉ. તોગડિયા બાદ વિહિપના કેન્દ્રીય મંત્રી તરીકે રેહલા મહાવીરજીએ તમામ પદ અને પ્રચારક તરીકેથી પણ રાજીનામું ધરી દઈને વિશ્વ હિંદૂ પરિષદને રામરામ કરી દીધાં હતા. મહાવીરજી 40 વર્ષથી સંઘના પ્રચારક હતા.

ડો. તોગડિયાને મનાવવા સંઘ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. દરમિયાન સોમવારે પ્રાંત પ્રચારક ચિંતન ઉપાધ્યાય, યશવંત ચૌધરીએ ડો. પ્રવિણ તોગડિયાની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતમાં હાલમાં ડો. તોગડિયા સંઘથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે. માર્ચમાં પણ સંઘ પ્રમુખ સાથે ડો.તોગડિયાએ મુલાકાત કરી હતી. ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે વિહિપ પછી હવે સંઘ સંગઠનને બચાવવા તેઓ ચિંતિત છે.

સંઘના બે પ્રાંત અધિકારીઓની ડો. તોગડિયા સાથે મુલાકાત બાદ ડો. તોગડિયાએ આપેલા એક નિવેદનમાં તેનો ઉલ્લેખ કરતાં હામી ભરી હતી. તેમણે કહ્યું હતું કે સંઘના બે પ્રાંત અધિકારીઓ મળવા આવ્યા હતા. હું સંઘના વિચારો લઇને નીકળ્યો હતો. વિચાર પૂરા નહીં થતાં ઉપવાસ પર બેસીશ. ભગવાન મારો સંકલ્પ પૂર્ણ કરાવે. સામમંદિર અને ગૌરક્ષા કાનૂન મારો સંકલ્પ છે.

ડો. તોગડિયાએ પીએમ મોદીને નિશાન બનાવતા તેમના વિદેશ પ્રવાસ પર પ્રહારો કર્યા હતા. તેમણે દેશમાં દીકરીઓ પર વધતાં જતાં અત્યાચારને અટકાવવા હિમાયત કરી હતી. તેમણે સાથો સાથ સેના અને ખેડૂતોની સુરક્ષા માટે પણ વ્યવસ્થા થવી જોઈએ તેવી માંગણી કરી હતી. તેમણે દેશને સઘન સુરક્ષા આપવાના મામલે સુચનો કર્યા હતા.

ડો. તોગડિયાએ સરસંઘચાલક મોહન ભાગવત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ગોધરા કારસેવક મૃત્યુ સમયે કેમ કોર્ટ યાદ ન આવી ? તે સમયે કોર્ચ યાદ આવવી જોઈતી હતી. જો તેમ થયું હોતનો અનેક લોકોની કૂરબાની અટકી શકી હોત.