VHP threatens not to allow any show of famous comedian in Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જાણીતા કોમેડિયનના ગુજરાતમાં એકપણ શો ન થવા દેવા VHPની ધમકી

જાણીતા કોમેડિયનના ગુજરાતમાં એકપણ શો ન થવા દેવા VHPની ધમકી

 | 6:41 pm IST
  • Share

સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકી ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતના વિવિધ શહેરોમાં મુનવ્વરના શોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે હવે તેનો વિરોધ કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના જ્વલંત મહેતાએ ચેતવણી આપી છે કે હિન્દુ ધર્મનું અપમાન કરનારા મુનવ્વર ફારુકીને ગુજરાતમાં ક્યાંય પણ શો થવા દેવામાં આવશે નહીં.

VHP દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ તમામ શોને તાત્કાલિક રદ્દ કરી દવેમાં આવે નહીંતર આ શોના આયોજકોએ શોની નુકસાની માટે તૈયાર રહેવું પડશે. મુનવ્વર ફારુકીના શો સુરતમાં 1 ઓક્ટોબરે, 2 ઓક્ટોબરે અમદાવાદ, 3 ઓક્ટોબરે વડોદરામાં યોજાશે. જેની તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Munawar Faruqui (@munawar.faruqui)

ઉલ્લેખનિય છે કે આ વર્ષે મધ્યપ્રદેશમાં એક શો દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી બાદ મુનવ્વર ફારુકીની ધરપકડ કરવામાં આવી હતી. મુનવ્વર પર હિન્દુ દેવતાઓનું અપમાન કરવાનો આરોપ હતો. જો કે પછી આ મામલામાં મુનવ્વર ફારુકીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો