“વિભાની ચિંતા અને દીપની જીદ” સ્ટોરીમાં લેખિકાનો જવાબ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • “વિભાની ચિંતા અને દીપની જીદ” સ્ટોરીમાં લેખિકાનો જવાબ

“વિભાની ચિંતા અને દીપની જીદ” સ્ટોરીમાં લેખિકાનો જવાબ

 | 4:54 am IST

પેરન્ટિંગ : ડો. સ્વાતિ નાયક

આખી રાત જાગ્યા પછી ચિંતામાં સવાર તો થઇ..કદાચ ઈશ્વરે વિભાની પ્રાર્થના સાંભળી હશે કે કેમ પણ સવારે દીપના મિત્રનો ફેન આવ્યો ને એ બધી વાત ભૂલી ને ત્યાં ગયો.સાંજ સુધી તો વાત ટળી. પણ સાંજે વાત તો નીકળવાની જ..

બહુ વિચાર કરી ને વિભા બાળકોના સાઈકીઅટ્રીસ્ટ પાસે ગઈ..

“જુઓ વિભાબહેન ,માબાપ કે નજીકના સગાના આકસ્મિક અવસાનના આઘાત ને કારણે કેટલીક વાર બાળક માનસિક રીતે નબળું થઇ શકે.પણ તમારા કિસ્સામાં દીપ જિદ્દી થઇ ગયો છે.જેમ બીજા બાળકો રડીને કે તોફન મચાવી જીદ પુરી કરાવે તેમ દીપ એના પપ્પાને યાદ કરી એમની ખોટ યાદ કરાવી ધાર્યું કરે છે.એટલે એના પર દયા રાખવાને બદલે મક્કમ થઈ પગલાં લેવાની જરૂર છે.’ડોક્ટરે વિભાને સમજાવ્યું.અને ક્યાપગલા લેવા તે સમજાવ્યું..

બીજા દિવસે વિભા ઘરે જ રહી .દીપને પણ રજા અપાવીને અનાથ આશ્રમ લઈ ગઈ.બાળકો ને ચોકલેટ આપી અને દીપ ને કહ્યું.:”બેટા, તારા પપ્પાને તો તે જોયા હતા.આ બાળકો એ તો પોતાના માબાપને જોયા જ નથી.છતાં કેવું સરસ ભણે છે.કોઈ કહેતું નથી કે અમારા માબાપ નથી એટલે અમે નહીં ભણીએ..

તારા પપ્પા નથી તો મારા પતિ નથી. આપડે બે તો છીએ નિકબીજાના?પણ તું જીદ કરી બધું માગ્યા કરીશ તો હું ક્યાંથી લાવીશ..તારે તો ભણી ગણીને પપ્પા ના સપના પુરા કરવાના ..”

“પણ..મારે લેપટોપ તો..જોઈએ જ ને?”દીપ થોડો કુણો પડયો એ જોઈ વિભા એ કહ્યું.:”જો બેટા, લઈ આપીશ પણ તને જરૂર હશે ત્યારે..હું બચત કરું જ છું.પણ હવે આપડે નક્કી કરશું કે કઈ વસ્તુ અત્યારે જરૂરી છે ..તું મોટો થયો .તારે મારુ ધ્યાન રાખવાનું. પપ્પા વગર હું એકલી..”વિભાની આંખમાં આંસુ આવી ગયા.

દીપ મમ્મીને વળગી ને બોલ્યો.”.હું છુ ને..”

અચાનક એ મોટો અને સમજુ થઈ ગયો જાણે..

વિભા દીપ નો ટેકો લઈ ઉભી થઇ..હવે ચાલશે જિંદગી..રસ્તા સીધા હતા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન