રૂપાણીના મંત્રીમંડળમાં માત્ર એક મહિલાને મળ્યું સ્થાન, જાણો કોણ છે? - Sandesh
  • Home
  • Bhavnagar
  • રૂપાણીના મંત્રીમંડળમાં માત્ર એક મહિલાને મળ્યું સ્થાન, જાણો કોણ છે?

રૂપાણીના મંત્રીમંડળમાં માત્ર એક મહિલાને મળ્યું સ્થાન, જાણો કોણ છે?

 | 2:47 pm IST

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ 14મી વિધાનસભાને આધીન નવી સરકારની રચના થઈ છે. જેમાં નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલ સહિત 9 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યમંત્રીઓનો સમાવેશ થયો છે. મુખ્યમંત્રી રૂપાણીના મંત્રમંડળમાં કુલ 19 નેતાઓની મંડળમાં પસંદગી પામ્યા છે. રૂપાણી કેબિનેટમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, 19 નેતાઓમાં માત્ર એક જ મહિલાનો સમાવેશ કરાયો છે. વિભાવરીબેન દવે. રૂપાણી સરકારમાં ભાવનગર(પૂર્વ)થી ચૂંટાયેલા વિભાવરીબેન એક માત્ર મહિલા મંત્રી છે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નવા મંત્રી મંડળમાં એક માત્ર મહિલા મંત્રી તરીકે વિભાવરીબેન દવેને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યુ છે. વિજય રૂપાણીની ગત સરકારમાં તેઓ સંસદીય સચિવ હતા. નવા મંત્રી મંડળમાં તેઓ એક માત્ર મહિલા સભ્ય છે.

માથો સાફો પહેરીને શપથ લીધા
ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ માથે રજવાડી સાફો પહેરી શપથ લેતા સૌનું ધ્યાન ખેંચાયુ હતું. 12મી વિધાનસભામાં ભાવનગર ઊત્તરમાંથી જીત્યા હતા, તો 13મી અને 14મી વિધાનસભામાં ભાવનગર પૂર્વમાંથી જીત્યા છે. તેઓ વૃદ્ધો માટે માવતર નામની સંસ્થા પણ ચલાવે છે. છેલ્લા સવા વર્ષથી મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ તરીકે કાર્યરત હતા.