વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 : ઉદ્દઘાટનમાં PM મોદી સહિતના ઉદ્યોગપતિઓએ શું કહ્યું? - Sandesh
  • Home
  • Gandhinagar
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 : ઉદ્દઘાટનમાં PM મોદી સહિતના ઉદ્યોગપતિઓએ શું કહ્યું?

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 : ઉદ્દઘાટનમાં PM મોદી સહિતના ઉદ્યોગપતિઓએ શું કહ્યું?

 | 8:34 am IST

ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું. આ પહેલા નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા. ત્યાં વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેઓ 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ટૂંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાતની 9મી સમિટનું ઉદ્ધાટન કરશે. સાંજે સોવરિન ફંડ, પેન્શન ફંડ સહિતના વિદેશી મુડીરોકાણકર્તાઓના સમુહ સાથે વડાપ્રધાન કાર્યાલય તરફથી મહાત્મા મંદિરમાં ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. પળેપળના અપડેટ્સ..

વાયબ્રન્ટ સમિટમાં PM નરેન્દ્ર મોદીનું સંબોધન

-અમે નવી ટેક્નોલોજી વિક્સાવી રહ્યા છીએ

-મારી સરકારનો મંત્ર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ અ
-નવી ટેક્નોલોજીના કારણે બદલાવ આવ્યો
-અમારી સાથે બિઝનેસ કરવો એ સૌથી મોટો અવસર છે.
-ભારત પ્રથમવાર વિજળી નિકાસ કરતો દેશ બન્યો છે.

-ડીઝીટલ પેમેન્ટથી ભારતમાં ઘણો બદલાવ આવ્યો

-સોલાર એનર્જીમાં ભારત આગળ વધી રહ્યું છે

-વાયબ્રન્ટ સમિટ સાચા અર્થમાં ગ્લોબલ બની

-વાયબ્રન્ટ ગુજરાત સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ બન્યો

-દ્વિપક્ષિણય રોકાણ માટે હવે રાષ્ટ્રીય રાજધાની પર નિર્ભર રહેવાની જરૂરીયાત નથી.

-8 રાજ્યોએ પણ આ ફોરમમાં આવી આ સમિટનો ફાયદો ઉઠાવ્યો

-અમારી સાથે બિઝનેસ કરવો એ સૌથી મોટો અવસર છે

મુકેશ અંબાણીનું સંબોધન

રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાત છે મને ગુજરાતી હોવાનો મને ગર્વ છે, 5G માટે જિયો તૈયાર છે, રિલાયન્સ 10 લાખ લોકોને ગુજરાતમાં રોજગાર આપે છે. રિલાયન્સ અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 લાખ કરોડનું રોકાણ કરી ચૂક્યું છે, આગામી 10 વર્ષમાં રોકાણ ડબલ કરવામાં આવશે, PDPU યૂનિવર્સિટી માટે 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે: મુકેશ અંબાણી

-વાયબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધીમાં 70 હજાર જેટલા MOU થયા

-1 કલાકમાં ગુજરાતમાં 80,000 કરોડના રોકાણની જાહેરાત

-પાવર સેક્ટરમાં 10 હજાર કરોડના રોકાણની ટોરેન્ટના સુધીર મહેતાએ કરી જાહેરાત, અગાઉ 20 હાજર કરોડનું રોકાણ કરેલ છે.

અદાણી ગ્રુપ 30 હજાર કરોડના ખર્ચે કચ્છમાં સ્થાપશે સૌથી મોટો સોલાર પ્લાન્ટ

– અદાણી ગ્રુપ કચ્છમાં સ્થાપશે સૌથી મોટો સાલાર પ્લાન્ટ
– અદાણી ગ્રુર દ્વારા ગુજરાતમાં 55 હજાર કરોડના રોકાણની જાહેરાત

-સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટનું મહત્વનું યોગદાન: કુમાર બિરલા

-બિરલા ગ્રુપ ગુજરાતમાં 15,000 કરોડનું રોકાણ કરશે.

– 30,000 પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત

– રાજ્યનાં CM વિજય રૂપાણીએ ગ્લોબલ સમિટનાં આરંભ સમયે દેશવિદેશથી આવેલા મહાનુભાવોને આવકાર્યા

– CM રૂપાણી વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કરી રહ્યા છે

– પીએમ નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનાં મંચ પર પહોંચી ગયા છે તેઓ હવે થોડીક જ ક્ષણોમાં સમિટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મંચ પર હાજર છે. મોટા ભાગના મહાનુભાવો વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. રાજ્યના રાજ્યપાલ એપી કોહલી પણ સમિટમાં પહોંચી ગયા છે. મુખ્યમંચ પર ગૌતમ અદાણી પણ પહોંચી ગયા છે. 

– મુકેશ અંબાણી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે મુકેશ અંબાણી સાથે પરિમલ નથવાણી પણ તેમની સાથે સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. ચાર્ટર્ડ પ્લેનથી વાઈબ્રન્ટમાં ભાગ લેવા પહોંચ્યા અંબાણી

હાલમાં પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો મહાત્મા મંદિર પહોંચી ગયો છે. જ્યાં પીએમ મોદી ફોરેન ડેલિગેટ્સ સાથે વિચારવિમર્શ કરશે. આજે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનું લોકાર્પણ કરશે.

– માલ્ટાના પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમા ભાગ લેવા પહોંચ્યા

ગાંધીનગર ખાતે વિવિધ દેશના પ્રતિનિધિ મંડળનું ગુજરાતમાં આગમન થઇ રહ્યું છે. માલ્ટાના પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમા ભાગ લેવા ગુજરાતમાં પહોંચી ગયા છે. ઉઝબેકિસ્તાનના પ્રધાનમંત્રી પણ ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. ચેક રીપબ્લીક દેશના પ્રધાનમંત્રીનુ પણ ગુજરાતમાં આગમન થઇ ચૂક્યું છે. એરપોર્ટ ખાતે મંત્રીઓએ કર્યું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 

વીવીઆઈપીના ભોજન માટે ઈન્ટરનેશનલ ફાઈવ સ્ટાર હોટેલ્સને ઓર્ડર 

વાઈબ્રન્ટ સમિટમાં દેશ- વિદેશથી આવનારા ડેલિગેટ્સ, આમંત્રિતોના ભોજનથી લઈને રહેવા અને ફરવામાં કોઈ કચાશ ન રહે તેના માટે ગુજરાત સરકારે ક્યારેય પાછુ વળીને જોયુ નથી. મહાત્મા મંદિરમાં વીવીઆઈપીના ભોજન માટે ઈન્ટરનેશનલ ફાઈવ સ્ટાર હોટેલ્સને ઓર્ડર અપાયો છે. પહેલા દિવસે બપોરે ગુજરાત સરકારે લંચનું આયોજન કર્યુ છે જેમાં ડેલિગેટ્સને સુરતી ઊંધિયાના જમણ પિરસાશે. જ્યારે રાત્રે વડાપ્રધાન કાર્યાલય તરફથી આયોજીત ડિનરમાં રજવાડી ખિચડી સહિતના વ્યજંનોનો આર્ડર આપવામાં આવ્યો છે. વીવીઆઈપી માટેના ડિનર માટે ભોજન પિરસનાર હોટેલ્સ એક પ્લેટ પેટે રૂ.4,000નો ચાર્જ વસૂલશે. તે સિવાય વિવિધ ઓર્ગોનાઈઝેશન તરફથી વિદેશી ડેલિગેટ્સ માટે નોનવેજ અને લિકરની ફેસેલિટી સ્ટાર હોટેલ્સમાં જ કરાઈ છે.

PM મોદીનો આજનો કાર્યક્રમ

8.20 કલાકે રાજભવનથી મહાત્મા મંદિર રવાના
8.30 કલાકે ફોરેન ડેલિગેટ્સ સાથે વિચારવિમર્શ.
10.00 કલાકે ૯મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન.
1 થી 1.30 ક્લાક સુધીનો સમય આરક્ષિત છે.
1.30થી 2.30 ડેલિગેટ્સ સાથે લંચ
2.30થી 5.30 કલાક સુધી વન ટુ વન બેઠકો.
5.30થી 6.30 કલાક સુધી આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.
6.40થી 7.20 કલાક સુધી દાંડી કુટિર ખાતે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો
7.30થી 8.30 કલાક દરમિયાન ડેલિગેટ્સ સાથે ડિનર યોજશે.
8.35 કલાકે દાંડી કુટિરથી રાજભવન અને ત્યાં જ રાત્રિરોકાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન