Vibrant Gujarat Summit 2022 To be Held in January
  • Home
  • Featured
  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તારીખ નક્કી, અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તારીખ નક્કી, અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય

 | 5:34 pm IST
  • Share

  • 10મીં વાઇબ્રન્ટ સમિટને લઈને અધિકારીઓની બેઠક
  • 10 થી 12 જાન્યુઆરીના રોજ યોજાશે સમિટ
  • કોરોનાના કારણે 2021માં રદ્દ થઈ હતી સમિટ

દેશ-વિદેશના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે અકર્ષવા માટે યોજાતા વાઈબ્રન્ટ સમિટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 2021માં રદ્દ થયેલા 10માં વાઇબ્રન્ટ સમિટને જાન્યુઆરી-2022માં યોજવા માટેની તારીખ નક્કી કરી દેવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને લઈને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તારીખ નક્કી કરવામાં આવી છે. આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે.

જણાવી દઈએ કે, અગાઉ વર્ષ-2021માં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. જે હવે જાન્યુઆરી-2022માં આયોજિત થવા જઈ રહ્યો છે.

છેલ્લે 2019માં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જ વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજાયો હતો. 18 થી 20 જાન્યુઆરી, 2019 સુધી ચાલેલા આ સમિટમાં સરકારે ટ્રેડ અને એક્સપોર્ટને પ્રાથમિક્તા આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો