Vibrant Gujarat Summit MOU as part of a Pollution Control at Gujarat
  • Home
  • Gandhinagar
  • વાઈબ્રન્ટ સમિટમાં પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાયો મોટો નિર્ણય

વાઈબ્રન્ટ સમિટમાં પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાયો મોટો નિર્ણય

 | 4:39 pm IST

વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રદૂષણ નિયંત્રણને લઈને પોલ્યુશન રેગ્યુલેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં પ્રદૂષણ નિયંત્રણની કવાયતના ભાગરૂપે સાઉથ એશિયા સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ખાસ MOU કરવામાં આવ્યા છે.

આ MOU અંતર્ગત રૂ. 5500 કરોડના ખર્ચે વેરાવળથી વાપી સુધી પાઈપલાઈન નખાશે. જેમાં કેમિકલ યુક્ત પાણીને ખાસ ટ્રીટમેન્ટ કરીને દરિયામાં છોડવામાં આવશે. જેને કારણે પ્રદૂષણ ફેલાતું અટકાવી શકાશે.

ભારતની 62% પેટ્રોકેમિકલ અને 53% કેમિકલ ઈન્ડસ્ટ્રી ગુજરાતમાં છે. જેને લઈને આ ખાસ MOU કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત વિશ્વના મહત્વના આયોજનમાં શામેલ છે. ત્યારે આ પ્રકારના MOUથી ગુજરાતને મોટો ફાયદો થશે.