Vibrant Summit, startled by the government less capital investment
  • Home
  • Featured
  • વાઈબ્રન્ટ સમિટમાં ઓછા મૂડી રોકાણ લઈને સરકાર ચોંકી, CMએ કરી બેઠક

વાઈબ્રન્ટ સમિટમાં ઓછા મૂડી રોકાણ લઈને સરકાર ચોંકી, CMએ કરી બેઠક

 | 12:05 pm IST

આગામી સમયમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ માટે રાજ્ય સરકાર અત્યારથી એક્શનમાં આવી ગઈ છે. આજે ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં ઉદ્યોગપતિની એક બેઠક મળી હતી. વાઈબ્રન્ટ સમિટમાં ઓછું મૂડી રોકાણના રિપોર્ટથી સરકાર ચોંકી ઉઠી હતી. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકીદે ઉદ્યોગપતિઓની એક બેઠક બોલાવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સીએમ વિજય રૂપાણીની ઉદ્યોગપતિઓ સાથે બેઠક સ્વર્ણિમ સંકુલ 1માં મળી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ J.N.સિંહ, M.K. દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાયબ્રન્ટ સમિટમાં ઓછા મૂડીરોકાણના વિવિધ કારણોને લઈને ઉદ્યોગપતિઓએ CM રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી. ઉદ્યોગપતિઓ સીએમને રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં રોકાણ માટે સાનુકુળ વાતાવરણ નથી.

2019ની વાઈબ્રન્ટ સમિટ ગુજરાત સરકાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેશે, ત્યારે વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા સરકાર ઉદ્યોગપતિઓની હિતમાં દરેક પગલા ભરવા તૈયાર છે. ઉદ્યોગપતિઓના મનામણા માટે સરકારે તેમના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યો હતો.