vice-president-of-hdfc-bank-kamala-mills-siddharth-sanghvi-kidnaaped
  • Home
  • Featured
  • મુંબઈમાં HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ શંકાસ્પદ રીતે ગુમ, કારમાં મળ્યા લોહીના ડાઘ

મુંબઈમાં HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ શંકાસ્પદ રીતે ગુમ, કારમાં મળ્યા લોહીના ડાઘ

 | 7:55 pm IST

HDFC બેન્કના વાઈસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સિંઘવી 5 સપ્ટેમ્બરથી ગુમ થઈ ગયા છે. આ મામલે પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી દીધી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સિંઘવી મુંબઈ સ્થિત કમલા મિલ્સની ઓફિસમાંથી 5 સપ્ટેમ્બરથી ગુમ થયા છે. સિંઘવીની કાર કોપર ખૈરાના પાસેથી 6 સપ્ટેમ્બરે મળી આવી હતી. પોલીસે ગુમ થયાની ફરિયાદ એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે.

પોલીસને શંકા છે કે, સિદ્ધાર્થ સાથે કારમાં અન્ય કોઈ પણ હતું કે નહી. પોલીસે સિદ્ધાર્થ સિંઘવીના ફોનને ટ્રેસ કર્યો હતો, પરંતુ તેમનું લોકેશન કમલા મિલ જ બતાવી રહ્યું છે. પોલીસે સિદ્ધાર્થના મિત્રો અને પરિવારજનોની પૂછતાછ શરૂ કરી છે.

શંકાસ્પદ સ્થિતિમાં ગુમ થયેલા સિદ્ધાર્થની પત્નીએ 5 સપ્ટેમ્બરે 10 વાગ્યા સુધી રાહ જોઈ રહી છે. માલાબાર હિલમાં પરિવારજન સાથે રહેતા સિદ્ધાર્થ, તેમની પત્ની અને 4 વર્ષીય બાળક સાથે રહે છે. સિદ્ધાર્થ 5 સપ્ટેમ્બરે બુધવારે રાત્રે 8.30 કલાકે ઓફિસમાંથી નિકળ્યા હતા. જ્યારે 6 સપ્ટેમ્બરે તેમની કાર મળી આવી હતી, તેના પર લોહીના ડાઘ પડ્યા હતા. આ ડાઘને સેમ્પલ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. કાર જ્યાં મળી આવી ત્યાં સીસીટીવી ન હોવાના કારણે પોલીસને સાચી દિશામાં તપાસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.