Vicky Kaushal cousin sister on brother is not getting married to
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિકી-કેટરિનાના નહીં થાય લગ્ન??? અભિનેતાની બહેને કર્યો ખુલાસો

વિકી-કેટરિનાના નહીં થાય લગ્ન??? અભિનેતાની બહેને કર્યો ખુલાસો

 | 12:40 pm IST
  • Share

  • વિક્કી-કેટરિનાના લગ્નની જોરશોરથી ચર્ચા
  • અભિનેતાની બહેને લગ્નને લઇને કર્યો ખુલાસો
  • નહીં કરે વિક્કી અને કેટરિના લગ્ન

શિયાળાની શરૂઆત સાથે જ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી ઘણી જાણીતી હસ્તીઓ તેમના જીવન સાથી સાથે લગ્ન કરી ચુકી છે. ઘણા લોકો તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. આ બધાની વચ્ચે એક્ટર વિકી કૌશલ અને એક્ટ્રેસ કેટરીના કૈફના લગ્નના સમાચાર પણ સોશિયલ મીડિયા પર જોર પકડે છે. જો કે, અત્યાર સુધી કપલે તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ આ દરમિયાન, વિક્કીની પિતરાઈ બહેને તેમના લગ્નને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે હાલમાં બંને સેલિબ્રિટી લગ્ન નથી કરી રહ્યાં.

એક વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન, વિકી કૌશલની પિતરાઈ બહેન ડૉ. ઉપાસના વોહરાએ દાવો કર્યો હતો કે હાલમાં ભાઈ વિકી કૌશલ કેટરીના કૈફ સાથે લગ્ન કરી રહ્યો નથી. મીડિયામાં ચાલી રહેલા સમાચાર માત્ર અફવા છે.

ઉપાસનાએ કહ્યું, ‘લગ્નની તારીખોથી લઈને લગ્નની તૈયારીઓ સુધીના તમામ સમાચાર જે મીડિયામાં ફેલાવવામાં આવી રહ્યા છે તે માત્ર અફવાઓ છે. હાલમાં લગ્ન નથી થઈ રહ્યા. જો આવું કંઈ થશે તો તે પોતે જ તેની જાણ કરશે. બોલીવુડમાં, દરરોજ ઘણી અફવાઓ આવતી રહે છે, જે પછીથી માત્ર વાતો સાબિત થાય છે અને બીજું કંઈ નથી.

વાતચીતમાં વિકીની બહેન ઉપાસનાએ જણાવ્યું કે તાજેતરમાં જ મારી મારા ભાઈ સાથે વાત થઈ હતી. એવું કંઈ નથી. બાકી હું આ બાબતે વધુ કંઈ કહેવા માંગતી નથી, પણ અત્યારે લગ્ન નથી થઈ રહ્યા.

હવે એક તરફ પ્રશંસકો વિકી-કેટરિનાના લગ્નની તૈયારીઓના સમાચારને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ વિકીની બહેનના લગ્ન ન થવાના નિવેદને ચાહકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો