Vicky Kaushal Dance Rehearsal Video Goes Viral, Check It Out
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘ઉરી’ ફેમ વિકી કૌશલના આ જબરદસ્ત ડાન્સ મૂવ જોઈ થઈ જશો હેરાન, જુઓ વાયરલ વીડિયો

‘ઉરી’ ફેમ વિકી કૌશલના આ જબરદસ્ત ડાન્સ મૂવ જોઈ થઈ જશો હેરાન, જુઓ વાયરલ વીડિયો

 | 3:49 pm IST

વિકી કૌશલ તેના અભિનયથી હાલ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક’ની જબરદસ્ત સફળતા બાદ વિકી કૌશલ આ વર્ષે સફળ સ્ટાર્સની યાદીમાં સામેલ થયો છે. વિકીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી છે. આ પહેલા ફિલ્મ ‘સંજૂ’માં પણ તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા.

જોકે હવે વિકી કૌશલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ડાન્સ પ્રેક્ટિસ કરતા નજરે આવી રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં વિકી કૌશલની એનર્જી અને જબરદસ્ત ડાન્સ મૂવ જોઈ તમે પણ હેરાન થઈ જશો. આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે જ્યારે વીડિયો ટૂંક સમયમાં ઝડપથી વાયરલ થયો છે. વિકી કૌશલ, કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ દેખાઈ શકે છે. વિકી સિવાય ફિલ્મમાં અનિલ કપૂર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ભૂમિ પદેનેકર અને જાહ્નવી કપૂર પર જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન