Vicky Kaushal's Film 'URI: The Surgical Strike' Doing Good Box Office Collection
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિકી કૌશલની ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની ધમાકેદાર કમાણી, એક્સપર્ટ પણ ચોંકી ગયા

વિકી કૌશલની ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની ધમાકેદાર કમાણી, એક્સપર્ટ પણ ચોંકી ગયા

 | 6:39 pm IST

ઉરી હુમલા અને ત્યારબાદ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ દર્શકોને ઘણી જ પસંદ આવી રહી છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર આશા કરતા ઘણું જ સારું પ્રદર્શન કરી રહી છે. વિકી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ અને મોહિત રૈના ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. બૉક્સ ઑફિસ પર ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનાં કલેક્શનને લઇને આંકડાઓ જાહેર કર્યા છે.

તરણનાં જણાવ્યા પ્રમાણે ‘ઉરી’ને વર્ડ ઑફ માઉથનો ફાયદો મળી રહ્યો છે. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં સારો ગ્રોથ જોવા મળ્યો હતો. ત્રીજા દિવસે આ ગ્રોથ વધી શકે છે. ભારતીય બજારમાં શુક્રવારનાં 8.20 કરોડ અને શનિવારનાં 12.43 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી ફિલ્મ 20.63 કરોડની કમાણી કરી ચુકી છે. કલેક્શનનાં આંકડા આશા કરતા ઘણા વધારે છે.

‘ઉરી’ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નિયંત્રણ રેખાને પાર કરીને કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકની સાચી વાર્તા છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરનાં ઉરીમાં ભારતીય સેનાનાં એક બેશ પર આંતકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 19 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને બદલો લીધો હતો.