બળાત્કારના ગુનેગારને હવે ફર્લો અથવા પેરોલ નહીં મળે - Sandesh
  • Home
  • India
  • બળાત્કારના ગુનેગારને હવે ફર્લો અથવા પેરોલ નહીં મળે

બળાત્કારના ગુનેગારને હવે ફર્લો અથવા પેરોલ નહીં મળે

 | 4:29 am IST

મુંબઇ, તા. ૩૧

બળાત્કારના કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીને હવેથી ફર્લો અથવા પેરોલ નહીં મળે એવો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. પલ્લવી પૂરકાયસ્થ મર્ડર કેસમાં જેલમાંથી પેરોલ પર બહાર આવેલો કેદી ફરાર થયા પછી સરકારે આ નિર્ણય લીધો છે.   માત્ર બળાત્કરના દોષી જ નહીં પરંતુ ધાડપાડુ, ડ્રગ કાયદા હેઠળનો દોષી, ખૂની અને આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા ગુનેગારોને પણ પેરોલ અથવા ફર્લો નહીં મળે. રાજ્ય સરકારે હજી સુધી આ અંગે સર્ક્યુલર બહાર પાડયો નથી. જે દિવસે સર્ક્યુલર જારી કરાશે ત્યારથી આ નિર્ણયનો અમલ થશે.  એડવોકેટ પલ્લવી પૂરકાયસ્થની હત્યાના કેસમાં વોચમેન સજ્જાદ મુઘલને જન્મટીપની સજા ફરમાવાઇ હતી. જેલમાં સજા ભોગવી રહેલો સજ્જાદ પેરોલ પર બહાર આવ્યો હતો અને પછી ફરાર થયો હતો. નાશિક જેલમાંથી અનેક કેદીઓ પેરોલ પર છૂટયા પછી જેલમાં પાછા ફર્યા જ નહોતા. સૂત્રોએ જણાવ્યા મુજબ રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૨૧ દોષી પેરોલ પર હતા ત્યારે પલાયન થયા હતા. આથી બળાત્કાર જેવા ગંભીર ગુનાના દોષીની બાબતમાં આવી ઘટના ન બને એટલા માટે તેમને પેરોલ ન આપવાનો નિર્ણય સરકારે લીધો છે.

ફર્લો અને પેરોલ રજાઓ ઘટાડી  

દરમિયાન સરકારે ફર્લો અને પેરોલ અંગે વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફર્લોની રજા ૨૮ દિવસથી ઘટાડી ૨૧ દિવસ અને પેરોલની રજા ૯૦ દિવસથી ઘટાડીને ૪૫ દિવસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન