Surat Victim Student Experience During Surat Fire Accident
  • Home
  • Featured
  • ટીચરે કહ્યું ભાગો, ત્યારે મારી પાસે જીવ બચાવવા કૂદવા સિવાય કોઇ ઓપ્શન ન હતો: રામ વાઘાણી

ટીચરે કહ્યું ભાગો, ત્યારે મારી પાસે જીવ બચાવવા કૂદવા સિવાય કોઇ ઓપ્શન ન હતો: રામ વાઘાણી

 | 8:21 am IST

સુરત માટે બ્લેક ફ્રાઇડે પુરવાર થયેલી તક્ષશિલા આર્કેડ દુર્ઘટનાથી શહેરીજનો હચમચી ઊઠયા છે. મોડે સુધી ચારથી પાંચ વિદ્યાર્થીઓની ભાળ નહીં મળતાં ફાયર વિભાગે અંધારામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આર્કેડમાં કોઇ મૃતદેહ રહી તો નથી ગયો ને….! તેની પૂરેપૂરી ચકાસણી કરવા ફાયરના લાશ્કરોએ ટોર્ચ લાઇટના સહારે ત્રણ વખત આખું બિલ્ડિંગ તપાસ્યું હતું. કાટમાળ ઉપર-નીચે કરી નાંખ્યો હતો.

ટીચરે કહ્યું ભાગો અને હું જીવ બચાવવા મૂઠ્ઠીવાળી દોડયો:રામ વાઘાણી
તક્ષશિલા આર્કેડમાં આગથી અફરાતફરી મચી ગઇ હતી. ત્રીજા માળે ચાલી રહેલા ક્લાસીસની બહાર ધુમાડો દેખાવાનું શરૃ થતાં જ કલાસમાં ભણાવી રહેલા ”ટીચરે કહ્યું, ભાગો…, ઝડપથી ભાગો…” ટીચરના મોઢેથી આ શબ્દો સાંભળતા જ હું બંને મુઠ્ઠીવાળી દાદર તરફ દોડયો હતો. દાદર ઉપર ધુમાડાને કારણે કશું દેખાતું ન હતું. એટલે ફરી કલાસ રૃમ તરફ દોડયો હતો.

બિલ્ડિંગમાં આવવા માટે અને બહાર નીકળવા માટે માત્ર એક જ દાદર હોય જીવ બચાવવા શું કરવું અને શું નહીં કરવું તેની વધુ કોઇ ચિંતા કર્યા વિના આખરે અન્ય વિદ્યાર્થીઓની જેમ મેં પોતે પણ કલાસીસના ત્રીજા માળેથી ડાઇવ લગાવી દીધી હતી. ભગવાન મારી સાથે હોય, સદભાગ્ય વશ મને કશું થયું નહીં. એવું અલોહા ક્લાસીસના સ્ટુડન્ટ અને મોતના મુખમાંથી હેમખેેમ ઉગરી ગયેલા રામ વાઘાણીએ વાતચીત દરમિયાન સંદેશને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન