Video: બોલરના બાઉન્સરથી બેટ્સમેન થયો ઘાયલ, અગાઉ પણ ખેલાડીનો લીધો હતો જીવ... - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • Video: બોલરના બાઉન્સરથી બેટ્સમેન થયો ઘાયલ, અગાઉ પણ ખેલાડીનો લીધો હતો જીવ…

Video: બોલરના બાઉન્સરથી બેટ્સમેન થયો ઘાયલ, અગાઉ પણ ખેલાડીનો લીધો હતો જીવ…

 | 5:04 pm IST

2014માં ફિલિપ હ્યુજીસને ઘાતક બોલિંગ કરનાર સીન એબોટ્ટ ફરી એક વખત ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ તરફથી રમતાં એબોટ્ટે વિક્ટોરિયાના વિલ પુકોસ્કીને ખતરનાક બાઉન્સર મારતાં જેને કારણે મેદાન છોડવું પડયું હતું.

પુકોસ્કીને એટલો જોરદાર બોલ વાગ્યો હતો કે, પીચ પર જ બેસી ગયો હતો. સીન એબોટ્ટે જોયું કે, પુકોસ્કીને હેલ્મેટ પર બોલ વાગ્યા બાદ નીચે પડી રહ્યો છે તો તે દોડતો પુકોસ્કી પાસે પહોંચી ગયો હતો અને તેને પકડી લીધો હતો.

આ દરમિયાન સાથી ખેલાડીઓ પણ તેની પાસે દોડી આવ્યા હતા અને મેડિકલ સ્ટાફને બોલાવાયો હતો. થોડા સમય બાદ પુકોસ્કી પોતાના પગ પર ઊભો થયો ત્યારે મેડિકલ સ્ટાફની મદદથી મેદાનની બહાર લઈ જવાયો હતો.

એબોટ્ટનો બાઉન્સર પુકોસ્કીના હેલ્મેટ પર વાગ્યો ત્યારે મેદાન પર ઉપસ્થિત તમામ ખેલાડીઓમાં ભય વ્યાપી ગયો હતો અને તેમના મગજમાં ફિલિપ હ્યુજીસ સાથે ઘટેલી ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી. આ ઘટના બાદ એબોટ્ટ ઘણો ભાવુક થઈ ગયો હતો અને બોલ નાખ્યા પહેલાં ઘણા સમય સુધી વિચાર કરતો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 2014માં શેફિલ્ડ શિલ્ડની મેચ દરમિયાન સીન એબોટ્ટે ફિલિપ હ્યુજીસને બાઉન્સર માર્યો હતો જેને કારણે તે કોમામાં જતો રહ્યો હતો અને તેના ચાર દિવસ બાદ તેનું નિધન થયું હતું.

પુકોસ્કી અત્યારે 20 વર્ષનો છે અને તેને ભવિષ્યનો સારો બેટ્સમેન માનવામાં આવી રહ્યો છે. ગત વર્ષે પણ તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ મેચના પદાર્પણ વખતે માથામાં ઇજા થઈ હતી. જેને કારણે તે ત્રણ મહિના સુધી મેદાનની બહાર રહ્યો હતો.