Video: 4 Yearl Old Boy in Palanpur Speaks Ramayana And Mahabharat
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: 4 વર્ષનો આ ગુજરાતી બાળક છે ગજબનો જ્ઞાની, રામાયણ-મહાભારત છે કંઠસ્થ

Video: 4 વર્ષનો આ ગુજરાતી બાળક છે ગજબનો જ્ઞાની, રામાયણ-મહાભારત છે કંઠસ્થ

 | 1:23 pm IST

જ્યાં આજે 4 વર્ષની ઉંમરનો બાળક માંડ માંડ એકડાં કે આલ્ફાબેટ બોલી શકતો હોય છે, ત્યારે આજે અમે તમને ગુજરાતના એક એવા જ્ઞાની બાળક વિશે જણાવીએ છીએ કે જે આટલી નાની ઉંમરમાં રામાયણ અને મહાભારતની ગાથા કંઠસ્થ છે. અને પોતાના મુખેથી વર્ણવે છે. અને શિવ તાંડવ, હનુમાન ચાલીસા સહિત નરસિંહ મહેતાની હુંડી પણ તેને કંઠસ્થ છે.

આ બાળક ગુજરાતના પાલનપુરના રામનિવાસ ખાતે રહે છે. 4 વર્ષનાં આ બાળકનું નામ માધવન ઠાકોર છે, અને તે એલકેજીમાં ભણે છે. આ અંગે માધવનની માતા સલોની ઠાકોર જણાવે છે કે, હું ગર્ભવતી સમયે રામાયણ,મહાભારત વાંચ્યા તેનો મને પ્રસાદ મળ્યો છે. હું ગર્ભવતી હતી તે સમયે ઘરડાઓની કહેવત પ્રમાણે રામાયણ અને મહાભારત વાંચવાનું શરૂ કર્યું હતું. તો માધવન 7 માસથી બોલતો થઇ ગયો હતો.

માધવન એક સામાન્ય બાળક કરતાં એકદમ અલગ જ છે. હાલનાં છોકરાઓ મોબાઈલ વગર જમતાં પણ નથી. ત્યાં માધવનને મોબાઈલ ગેમનો રસ નથી. તે મોબાઈલમાં પણ ફક્ત સાહિત્યના વીડિયો જોતો હોય છે. અને તે અભિનય સાથે મહાભારતના શ્લોકો રજૂ કરે છે. અને એક વખત મોબાઈલમાં જોયેલ સાહિત્યનો વીડિયો યાદ રહી જાય તેવી યાદશક્તિ તેની પાસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન